દાહોદ પ્રસંગ પાર્ટી પ્લોટ -2 પર નવરાત્રિના ત્રીજા નોરતે ૫ કિલોની પાઘડી સાથે ગરબે ઝૂમ્યા મારુતિ સોની

તા.૧૪.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ પ્રસંગ પાર્ટી પ્લોટ -2 પર નવરાત્રિના ત્રીજા નોરતે ૫ કિલોની પાઘડી સાથે ગરબે ઝૂમ્યા મારુતિ સોની

નવરાત્રિના રંગો અને દાંડિયાના તાલે આખો ગુજરાત ઝૂમી રહ્યો છે, ત્યારે અમદાવાદથી એક એવા ખેલૈયાની ચર્ચા છે જેમણે પાઘડી સાથે ગરબે ઘુમીને સૌનું ધ્યાન ખેંચ્યું છે આ છે મારુતિ સોની, જેમણે આ નવરાત્રિમાં ‘નવ દુર્ગા’ થીમ પર આધારિત ખાસ ૫ કિલો વજનની ભવ્ય પાઘડી ધારણ કરી છે. આ પાઘડી પર દેવીના રૂપો અને કલાત્મક નકશીકામ જોવા મળે છે આ છે મારુતિ સોની,જેમણે આ નવરાત્રિમાં ‘નવ દુર્ગા’ થીમ પર આધારિત ખાસ ૫ કિલો વજનની ભવ્ય પાઘડી ધારણ કરી છે. આ પાઘડી પર દેવીના રૂપો અને કલાત્મક નકશીકામ જોવા મળે છે.૫ કિલો વજન વજનદાર હોવા છતાં, માતાજીની ભક્તિ અને ગરબાના ઉત્સાહ આગળ વજન ગૌણ બની ગયું. ગ્રાઉન્ડ પર ઉપસ્થિત લોકો પણ આ પાઘડી અને તેમનો ઉત્સાહ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તેમની સાથે ફોટા પડાવવા માટે પડાપડી થઈ હતી. પરંપરા અને આધુનિક કલાના આ અનોખા સંગમથી નવરાત્રિનો માહોલ વધુ રંગીન બની ગયો છે. નવરાત્રિના આ ઉત્સવમાં આ અંદાજ ખરેખર જોવાલાયક બન્યો છે.

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો