WAKANER વાંકાનેર જૂની અદાવતમાં સીટ કવરના વેપારી યુવક પર ૮ થી વધુ શખ્સોનો ઘાતક હુમલો

WAKANER વાંકાનેર જૂની અદાવતમાં સીટ કવરના વેપારી યુવક પર ૮ થી વધુ શખ્સોનો ઘાતક હુમલો, કારમાં તોડફોડ કરી બેરહેમીથી માર માર્યો

વાંકાનેર શહેરના રેલવે સ્ટેશન રોડ સ્થિત મિલ કોલોનીમાં રહેતા અને સીટ કવરનો વ્યવસાય કરતા યુવક પર એકાદ વર્ષ જૂની અદાવતનો ખાર રાખી ૮થી વધુ શખ્સોના ટોળાએ ઘાતક હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. હુમલાખોરોએ યુવકની કારમાં તોડફોડ કરી, તેને ઘરની બહાર ખેંચી લાવી ઢોરમાર માર્યો હતો. આ બનાવ અંગે વાંકાનેર સિટી પોલીસ મથકે નામજોગ ફરિયાદ નોંધાતાં પોલીસે કાયદેસરની તપાસ શરૂ કરી છે.

મળતી વિગતો મુજબ, ફરિયાદી દેવભાઈ સુરેશભાઈ ચૌહાણ (ઉં.વ. ૨૨) પોતાના મિત્રો સાથે સ્વિફ્ટ કારમાં એક કારખાનાના ઉદ્ઘાટન પ્રસંગે રાવકી ગામે જઈ રહ્યા હતા. તે દરમિયાન મિલ પ્લોટ ફાટક પાસે આરોપીઓ રહીમ રાયધન, સુમીત કોળી, અકબર મુસા, સોહીલ કટીયા અને એક અજાણ્યા શખ્સે તેમની ગાડી રોકી લીધી હતી. આરોપીઓએ લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે કારના કાચ તોડી ભારે નુકસાન પહોંચાડ્યું હતું.

આ હુમલાથી ગભરાઈ ગયેલા દેવભાઈ જીવ બચાવીને નજીકમાં આવેલા મિત્રના ઘરે આશરો લેવા દોડી ગયા હતા. જોકે, હુમલાખોરો ત્યાં પણ પીછો કરતાં પહોંચી ગયા હતા. આરોપી રહીમ રાયધન, સુમીત કોળી, અકબર મુસા, મોઈનો, સોહીલ કટીયા, ચંકીલો ઉર્ફે ખાનભાઈ અને રમજાન કટીયા સહિતના શખ્સોએ યુવકને ઘરની બહાર ઢસડી લાવી બેફામ ગાળો ભાંડી હતી તેમજ માથા, હાથ અને પગના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો.

હુમલાખોરો જતાં જતાં “હવે જો ફરી વચ્ચે પડશો તો જાનથી મારી નાખીશું” તેવી ધમકી આપી નાસી છૂટ્યા હતા. આ હિંસક હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા દેવભાઈને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના માથાના ભાગે ૩ થી ૪ ટાંકા આવ્યા છે તેમજ હાથ અને પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે.આ સમગ્ર મામલે વાંકાનેર સિટી પોલીસે ભોગ બનનાર યુવકની ફરિયાદના આધારે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો