TANKARA:ટંકારાના ગજડી ગામે અફવા ફેલાવવાના વહેમમાં ખેડૂત યુવક પર દાતરડા-લાકડી વડે હુમલો

TANKARA:ટંકારાના ગજડી ગામે અફવા ફેલાવવાના વહેમમાં ખેડૂત યુવક પર દાતરડા-લાકડી વડે હુમલો: બે સામે ગુનો દાખલ

ટંકારા તાલુકાના ગજડી ગામમાં અફવાઓ અને ખોટી વાતો ફેલાવવાની શંકા રાખી એક ખેડૂત યુવક પર જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે. બોલેરો ગાડીમાં આવેલા બે શખ્સોએ યુવકને ઘર બહાર બોલાવી દાતરડા અને લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ગજડી ગામે રહેતા અને ખેતીકામ કરતા રમેશભાઈ રવાભાઈ ડાંગર (ઉં.વ. ૪૨) નામના યુવક ગામમાં પોતાની વિરુદ્ધ ખોટી વાતો અને અફવાઓ ફેલાવે છે તેવી શંકા આરોપી હકાભાઈ છગનભાઈ જારીયા રાખતો હતો. આ બાબતનો ખાર રાખી હકાભાઈ જારીયા તથા ભુવાભાઈ કોળી નામના બંને શખ્સો બોલેરો ગાડી લઈને રમેશભાઈના ઘરે પહોંચ્યા હતા.

આરોપીઓએ રમેશભાઈને ઘર બહાર બોલાવી બેફામ ગાળો ભાંડી હતી. ત્યારબાદ ઉશ્કેરાઈ જઈ હકાભાઈએ દાતરડા વડે હુમલો કર્યો હતો, જ્યારે ભુવાભાઈએ લાકડી વડે પીઠના ભાગે આડેધડ ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી હતી. હુમલા બાદ બંને આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાસી છૂટ્યા હતા.

આ મામલે ઈજાગ્રસ્ત રમેશભાઈ ડાંગરે ટંકારા પોલીસ મથકે બંને હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો