MORBI:મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ૧૭ થી ૨૨ ઓક્ટોબર દરમિયાન સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે

રસીકરણથી વંચિત રહી ગયેલા ૯ માસથી ૧૦ વર્ષ સુધીના બાળકોને ઓરી-રૂબેલાની રસીથી આવરી લેવાનું આયોજન; સિરામિક વિસ્તારો, માઈગ્રન્ટ વસ્તી અને આરોગ્ય કેન્દ્રો પર ખાસ સત્રો યોજાશે

મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન રસીકરણથી અટકાવી શકાય તેવા રોગો (VPD), ખાસ કરીને ઓરીના કેસોની ચિંતાજનક સ્થિતિને ધ્યાને રાખીને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા વિશેષ સઘન રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. મોરબી જિલ્લામાં રસીકરણથી વંચિત રહી ગયેલા બાળકોને સંપૂર્ણપણે સુરક્ષિત કરવાના ઉદ્દેશથી આગામી તા. ૧૭/૧૦/૨૦૨૬ થી તા. ૨૨/૧૦/૨૦૨૬ દરમિયાન આ ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સઘન ઝુંબેશ અંતર્ગત તા. ૧૭ ઓક્ટોબરના રોજ સિરામિક ફેક્ટરીઓ અને વાડી વિસ્તારોમાં ઉત્તર પ્રદેશ, બિહારથી આવતી માઈગ્રન્ટ વસ્તીના ૯ માસથી ૧૦ વર્ષ સુધીના રસીથી વંચિત બાળકો માટે ‘સિરામિક સ્પેશ્યલ ડ્રાઈવ’ યોજાશે. તા. ૧૮ ઓક્ટોબરે જિલ્લા હોસ્પિટલ, પેટા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સી.એચ.સી. અને પી.એચ.સી. ખાતે ખાસ ‘ફિક્સ્ડ ડે સેશન’ યોજાશે. જ્યારે તા. ૨૧ ઓક્ટોબર (મમતા દિવસ) ના રોજ તમામ આઉટ-રીચ વિસ્તારોમાં સઘન કામગીરી તથા તા. ૨૨ ઓક્ટોબરે ચોથા ગુરુવાર નિમિત્તે માઈગ્રન્ટ વિસ્તારોમાં ખાસ રસીકરણ ડ્રાઈવ હાથ ધરાશે.

મોરબી જિલ્લાનું એક પણ બાળક રસીકરણથી વંચિત ન રહે તે અર્થે તમામ વાલીઓને પોતાના બાળકોને એમ.આર. (MR) ની રસી અપાવી સુરક્ષિત કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પવનકુમાર શ્રીવાસ્તવ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

થરા માં ભાજપાના વિજેતા ઉમેદવારોનું મેમણ સમાજ અને મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સન્માન કરાયું.. ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપામાં મેળવેલા પ્રચંડ વિજયને ઉત્સાહભેર વધાવવા માટે ૧૪ મી ઓક્ટોમ્બર ૨૦૨૬ ના રોજ મેમણ સમાજ અને મુસ્લિમ સમાજ દ્વારા એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.ચૂંટણીમાં વિજેતા બનેલા લોકપ્રિય થરા સ્ટેટમાજી રાજવી એવમ પાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહજી વાઘેલા,સામાજિક અને કાનૂની ક્ષેત્રે સક્રિય એડવોકેટ મનસુરી રફીકભાઈ કરીમભાઈ નું સમાજના આગેવાનો દ્વારા ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપીને સન્માન કરતા પૃથ્વીરાજસિંહજી વાઘેલાએ સમાજ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા આગામી સમયમાં સમાજ માટે એક સુવિધા જનક કોમ્યુનિટી હોલ બનાવવાનું વચન આપતાં હર્ષનાદ અને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.આ પ્રસંગે મોલાના ઈસ્માઈલ સાહબ,કારી ઐયુબસાહબ,ફકીરમહમદ સાચોરા,મોહમદ સિદીકભાઈ બચુબા,હનીફભાઈ સાચોરા, યુસુફભાઈ બાજરીવાળા, મોહમદભાઈ માસ્ટર સાહેબ, વકીલ મોહમદભાઈ મોહસીન, રફીક મેમણ,સલીમભાઈ શિહોરીવાળા,યાસીનભાઈ સાચોરા,ગફારભાઈ ચણા વાળા,નુરભાઈ કલરવાળા, રફીકભાઈ લોખંડવાળા, ફકુભાઈ મોરવાડીયા ટપાલી, સુલતાનશાહ ફકીર, રમજુભાઈ ઘોરી,ઇમ્તિયાઝ સાચોરા,રસુલભાઈ હાડવેદ, યાસીનભાઈ બાપુ, સલીમભાઈ બાપુ, ઈકબાલભાઈ શિહોરી, ઈલિયાસ બાપુ,અતિક મેમણ સહિત બંને સમાજના વડીલો, યુવાનો અને પ્રતિષ્ઠિત અગ્રણીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી વિજેતા ઉમેદવારોને વધાવ્યા હતા. વિજેતા ઉમેદવારોએ નગર પાલિકાના માધ્યમથી શહેરના વિકાસ કાર્યો અને જનસેવાને વધુ વેગવંતી બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. નટવર કે. પ્રજાપતિ, થરા મો. 99795 21530

Horoscope

Weather

વધુ વાંચો

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો