અંકલેશ્વર: અંકલેશ્વરમાં યોજાયો વિના મૂલ્યે આરોગ્ય તપાસ કેમ્પ 100 થી વધુ નાગરિકોએ લીધો ની શુલ્ક સારવારનો લાભ

  1. અંકલેશ્વરમાં યોજાયો વિના મૂલ્યે આરોગ્ય તપાસ કેમ્પ ૧૦૦થી વધુ નાગરિકોએ લીધો નિઃશુલ્ક સારવારનો લાભ.

અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ ડિસ્પેન્સરી અને નર્મદા લાઇફ લાઇન મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે વિના મૂલ્યે આરોગ્ય તપાસ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં અંકલેશ્વરના સ્થાનિક નાગરિકોને ઘરઆંગણે જ ઉત્તમ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે વિવિધ ક્ષેત્રના નિષ્ણાત તબીબો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જનરલ ફિઝિશિયન ડૉ. ધ્રુવીન ઠાકોર, જનરલ સર્જન ડૉ. એમ. એસ. ખોઝા, ઓર્થોપેડિક અને સ્પાઇન સર્જન ડૉ. પ્રાથ રાઠોડ તથા ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. રિમી પરમાર દ્વારા દર્દીઓની ઝીણવટપૂર્વક તપાસ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ સરાહનીય આયોજન પ્રસંગે ગુજરાત રાજ્યના પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે નગરપાલિકા પ્રમુખ શ્રી જીગ્નેશ અંદાદિયા, કારોબારી ચેરમેન શ્રી રાહુલ વામઝા, ડિસ્પેન્સરી ચેરમેન શ્રીમતી દીક્ષિતાબેન રાણા, શહેર ભાજપ પ્રમુખ શ્રી ધર્મેન્દ્ર પુષ્કર, જિલ્લા કોષાધ્યક્ષ શ્રી જગદીશ શાહ તેમજ નગરપાલિકાના સભ્યો અને સંગઠનના હોદ્દેદારોએ હાજરી આપી કાર્યક્રમને બિરદાવ્યો હતો.

અંકલેશ્વરની જનતા માટે યોજાયેલા આ નિઃશુલ્ક કેમ્પનો ૧૦૦થી વધુ લોકોએ ઉત્સાહભેર લાભ લીધો હતો. નગરપાલિકા અને હોસ્પિટલના આ પ્રજાલક્ષી અને સ્વાસ્થ્યવર્ધક પ્રયાસની સમગ્ર અંકલેશ્વરમાં ભારે પ્રશંસા થઈ રહી છે.

રિપોર્ટર મંગલસિંહ ચૌહાણ વાત્સલ્યમ સમાચાર અંકલેશ્વર

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો