નર્મદા : ABVP દ્વારા સ્વયંસિદ્ધ સંમેલનનું આયોજન; 200 જેટલી વિદ્યાર્થી બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો

રાજપીપળા : જુનેદ ખત્રી

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) નર્મદા જિલ્લા દ્વારા તા. 15 ઓક્ટોબર, 2026ના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકર હૉલ ખાતે સ્વયંસિદ્ધા છાત્ર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં નર્મદા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આશરે 200 જેટલી વિદ્યાર્થી બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતાં પી.આઈ. એમ. એમ. મૌર્ય મેડમ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે ઉપસ્થિત વિદ્યાર્થી બહેનોને સામાજિક જાગૃતિ, મહિલા સુરક્ષા અને મહિલાઓના અધિકારો અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે વિદ્યાર્થી બહેનોને સમાજમાં જાગૃત રહીને પોતાના અધિકારો અને સુરક્ષા પ્રત્યે સજાગ રહેવા માટે પ્રેરિત કર્યાં હતાં.

આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થી બહેનોમાં સામાજિક જાગૃતિ કેળવવી, મહિલા સુરક્ષા અંગે સમજ વિકસાવવી તથા તેમનામાં આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાની ભાવના મજબૂત કરવાનો હતો.

ABVP નર્મદા જિલ્લા દ્વારા વિદ્યાર્થી બહેનોના સર્વાંગી વિકાસ, સશક્તિકરણ અને સામાજિક જાગૃતિને પ્રોત્સાહન આપવાના હેતુથી આયોજિત આ સંમેલન પ્રેરણાદાયી રહ્યું હતું.

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

થરા માં ભાજપાના વિજેતા ઉમેદવારોનું મેમણ સમાજ અને મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સન્માન કરાયું.. ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપામાં મેળવેલા પ્રચંડ વિજયને ઉત્સાહભેર વધાવવા માટે ૧૪ મી ઓક્ટોમ્બર ૨૦૨૬ ના રોજ મેમણ સમાજ અને મુસ્લિમ સમાજ દ્વારા એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.ચૂંટણીમાં વિજેતા બનેલા લોકપ્રિય થરા સ્ટેટમાજી રાજવી એવમ પાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહજી વાઘેલા,સામાજિક અને કાનૂની ક્ષેત્રે સક્રિય એડવોકેટ મનસુરી રફીકભાઈ કરીમભાઈ નું સમાજના આગેવાનો દ્વારા ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપીને સન્માન કરતા પૃથ્વીરાજસિંહજી વાઘેલાએ સમાજ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા આગામી સમયમાં સમાજ માટે એક સુવિધા જનક કોમ્યુનિટી હોલ બનાવવાનું વચન આપતાં હર્ષનાદ અને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.આ પ્રસંગે મોલાના ઈસ્માઈલ સાહબ,કારી ઐયુબસાહબ,ફકીરમહમદ સાચોરા,મોહમદ સિદીકભાઈ બચુબા,હનીફભાઈ સાચોરા, યુસુફભાઈ બાજરીવાળા, મોહમદભાઈ માસ્ટર સાહેબ, વકીલ મોહમદભાઈ મોહસીન, રફીક મેમણ,સલીમભાઈ શિહોરીવાળા,યાસીનભાઈ સાચોરા,ગફારભાઈ ચણા વાળા,નુરભાઈ કલરવાળા, રફીકભાઈ લોખંડવાળા, ફકુભાઈ મોરવાડીયા ટપાલી, સુલતાનશાહ ફકીર, રમજુભાઈ ઘોરી,ઇમ્તિયાઝ સાચોરા,રસુલભાઈ હાડવેદ, યાસીનભાઈ બાપુ, સલીમભાઈ બાપુ, ઈકબાલભાઈ શિહોરી, ઈલિયાસ બાપુ,અતિક મેમણ સહિત બંને સમાજના વડીલો, યુવાનો અને પ્રતિષ્ઠિત અગ્રણીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી વિજેતા ઉમેદવારોને વધાવ્યા હતા. વિજેતા ઉમેદવારોએ નગર પાલિકાના માધ્યમથી શહેરના વિકાસ કાર્યો અને જનસેવાને વધુ વેગવંતી બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. નટવર કે. પ્રજાપતિ, થરા મો. 99795 21530

Horoscope

Weather

વધુ વાંચો

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો