મુકેશ પરમાર,, નસવાડી

નસવાડી: ભારતીય જનતા પાર્ટી નસવાડી મંડળ દ્વારા સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહભાઈ તડવીની ઉપસ્થિતિમાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં ધારાસભ્ય અભેસિંહભાઈ તડવીએ સંગઠનને વધુ મજબૂત બનાવવા, કાર્યકર્તાઓ વચ્ચે પરસ્પર સંકલન વધારવા તેમજ પક્ષના કાર્યક્રમો અને જનસેવાના કાર્યોને વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધારવા અને સંગઠનને પાયાના સ્તરે વધુ મજબૂત બનાવવા માટેની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે નસવાડી નસવાડી ના પ્રભારી સંદિપ ભાઇ શર્મા તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઈ ભીલ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ ભીલ, જિલ્લા પંચાયત સભ્યો લક્ષ્મણસિંહ સોલંકી અને લીલાબેન, તાલુકા ભાજપ મહામંત્રી ચેતન મેવાસી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિલીપભાઈ, જિલ્લા આદિવાસી મોરચાના મંત્રી મહેશભાઈ, સોશિયલ મીડિયા કન્વીનર અલકેશભાઈ તડવી સહિત ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ટિફિન બેઠક દરમિયાન સંગઠનની કામગીરીની સમીક્ષા, કાર્યકર્તાઓની જવાબદારી અને આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યકર્તાઓ વચ્ચે એકતા, સંકલન અને સંગઠનભાવના વધે તેમજ સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે દિશામાં કામગીરી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.










