બોડેલી નર્મદા કેનાલમાં યુવકે લગાવી છલાંગ, છોટાઉદેપુર ફાયર વિભાગ દ્વારા શોધખોળ ચાલુ

બોડેલી પાસેથી પસાર થતી નર્મદા મેઇન કેનાલમાં એક યુવકે છલાંગ લગાવતાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ, યુવકે વોટ્સએપ પર સ્ટેટસ મૂક્યું હોવાની જાણ પરિવારજનોને થતાં તાત્કાલિક 112 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં 112ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને દોરડું નાખીને યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવક દોરડું પકડી શક્યો ન હતો અને પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા સ્થાનિક તરવૈયાઓને બોલાવી યુવકની શોધખોળ શરૂ કરાવવામાં આવી હતી. સ્થાનિક તરવૈયાઓ દ્વારા ઉપલબ્ધ સાધનો અને ટ્યુબની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ છોટાઉદેપુરની ફાયર ટીમ પણ શોધખોળની કામગીરીમાં જોડાઈ છે અને હાલ નર્મદા કેનાલમાં યુવકની ભાળ મેળવવા માટે શોધખોળ ચાલુ છે. જોકે, યુવકે કેનાલમાં છલાંગ લગાવવા પાછળનું ચોક્કસ કારણ અને તેની હાલની સ્થિતિ અંગે હજી સુધી સત્તાવાર માહિતી સામે આવી નથી.

રિપોર્ટર તોસીફ ખત્રી

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

થરા માં ભાજપાના વિજેતા ઉમેદવારોનું મેમણ સમાજ અને મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય સન્માન કરાયું.. ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપામાં મેળવેલા પ્રચંડ વિજયને ઉત્સાહભેર વધાવવા માટે ૧૪ મી ઓક્ટોમ્બર ૨૦૨૬ ના રોજ મેમણ સમાજ અને મુસ્લિમ સમાજ દ્વારા એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.ચૂંટણીમાં વિજેતા બનેલા લોકપ્રિય થરા સ્ટેટમાજી રાજવી એવમ પાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહજી વાઘેલા,સામાજિક અને કાનૂની ક્ષેત્રે સક્રિય એડવોકેટ મનસુરી રફીકભાઈ કરીમભાઈ નું સમાજના આગેવાનો દ્વારા ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપીને સન્માન કરતા પૃથ્વીરાજસિંહજી વાઘેલાએ સમાજ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા આગામી સમયમાં સમાજ માટે એક સુવિધા જનક કોમ્યુનિટી હોલ બનાવવાનું વચન આપતાં હર્ષનાદ અને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.આ પ્રસંગે મોલાના ઈસ્માઈલ સાહબ,કારી ઐયુબસાહબ,ફકીરમહમદ સાચોરા,મોહમદ સિદીકભાઈ બચુબા,હનીફભાઈ સાચોરા, યુસુફભાઈ બાજરીવાળા, મોહમદભાઈ માસ્ટર સાહેબ, વકીલ મોહમદભાઈ મોહસીન, રફીક મેમણ,સલીમભાઈ શિહોરીવાળા,યાસીનભાઈ સાચોરા,ગફારભાઈ ચણા વાળા,નુરભાઈ કલરવાળા, રફીકભાઈ લોખંડવાળા, ફકુભાઈ મોરવાડીયા ટપાલી, સુલતાનશાહ ફકીર, રમજુભાઈ ઘોરી,ઇમ્તિયાઝ સાચોરા,રસુલભાઈ હાડવેદ, યાસીનભાઈ બાપુ, સલીમભાઈ બાપુ, ઈકબાલભાઈ શિહોરી, ઈલિયાસ બાપુ,અતિક મેમણ સહિત બંને સમાજના વડીલો, યુવાનો અને પ્રતિષ્ઠિત અગ્રણીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી વિજેતા ઉમેદવારોને વધાવ્યા હતા. વિજેતા ઉમેદવારોએ નગર પાલિકાના માધ્યમથી શહેરના વિકાસ કાર્યો અને જનસેવાને વધુ વેગવંતી બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. નટવર કે. પ્રજાપતિ, થરા મો. 99795 21530

Horoscope

Weather

વધુ વાંચો

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો