અંજારના કોટડા ચાંદરાણી ગામે નંદ ઘરનું લોકાર્પણ કરતાં ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.

રાજ્યમંત્રીએ કોટડા ચાંદરાણી ગામે શેડનું ખાતમૂહુર્ત કરીને આરોગ્ય સેતુ હેલ્થ કેમ્પનો પ્રારંભ કરાવ્યો.

અંજાર ,તા-15 ઓક્ટોબર : ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ કચ્છના અંજાર તાલુકાના કોટડા ચાંદરાણી ગામની મુલાકાત લઈને જિલ્લા પંચાયત કચ્છ દ્વારા નવનિર્મિત નંદ ઘરનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત,રાજ્યમંત્રીએ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને ગામમાં શેડના કામનું ખાતમૂહુર્ત તેમજ ગ્રામજનોની સુખાકારી માટે આયોજિત આરોગ્ય સેતુ હેલ્થ કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યમંત્રીએ એક જ દિવસમાં ત્રણ ત્રણ જન ઉપયોગી કાર્યની શરૂઆત બદલ ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા. કોટડા ચાંદરાણી ખાતે આયોજિત આરોગ્ય સેતુ હેલ્થ કેમ્પનો પ્રારંભ કરાવીને રાજ્યમંત્રીએ કેમ્પમાં ઉપલબ્ધ આરોગ્યલક્ષી સુવિધાઓની સમીક્ષા કરી હતી.’પહેલુ સુખ તે જાતે નર્યા’ એ વાત આજે આરોગ્ય સેતુ હેલ્થ કેમ્પમાં સાર્થક થઈ રહી છે તેમ જણાવીને રાજ્યમંત્રીએ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.રાજ્યમંત્રીએ ગ્રામજનોને સંબોધન કરતા જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનથી આજે કચ્છ સહિત ગુજરાતના ગામડાઓ સુખ સુવિધાઓથી સંપન્ન બની રહ્યા છે. સમરસતાને પાયાનો આધાર ગણાવીને રાજ્યમંત્રીએ સંપ અને સહકારના ધ્યેય સાથે ગામના વિકાસકાર્યો કરવા સૂચન કર્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ સૌનો સાથ, સૌનો વિકાસના ધ્યેય સાથે જનજનના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે તેમ રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું. કોટડા(ચાંદરાણી) ગામે નવનિર્મિત નંદ ઘરનું રાજ્યમંત્રીશ્રીએ બાલિકાઓના હસ્તે લોકાર્પણ કરીને તેને ખુલ્લું મૂક્યું હતું.આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીએ સમગ્ર નંદ ઘર પરિસરની મુલાકાત લઈને ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરી હતી.રાજ્યમંત્રીએ નંદ ઘરના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત વાલીઓને અનુરોધ કરતાં જણાવ્યું હતું કે,પાયાનું શિક્ષણ નંદ ઘરથી જ બાળકોને પ્રાપ્ત થાય છે.પાત્રતા ધરાવતા બાળકો આંગણવાડી ખાતે આવીને શિક્ષણ સાથે પોષણ મેળવે એ બાબત પર રાજ્યમંત્રીએ ભાર મૂક્યો હતો.રાજ્યમંત્રીએ ગ્રામજનોને સમાજ ઉપયોગી કાર્યો કરવા માટે અભિનંદન પાઠવીને જણાવ્યું હતું કે, સામૂહિક વિકાસ જ સાચો વિકાસ છે. અંજાર સહિત સમગ્ર કચ્છ જિલ્લા માટે નવી કોલેજોને મંજૂરી, રોડ રસ્તાઓ સહિતની સુવિધાઓની ભેટ અને જનકલ્યાણલક્ષી કાર્યો માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે તેમ તેઓએ જણાવ્યું હતું.આ પ્રસંગે ગ્રામજનોએ રાજ્યમંત્રીને આવકારીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રભાબેન હુણે ઉપસ્થિત રહીને રાજ્ય સરકારના વિકાસલક્ષી અભિગમને બિરદાવ્યો હતો. આ પ્રસંગે અગ્રણી સર્વે હિરેનભાઈ રબારી, માયાભાઈ આહીર, સંદિપભાઈ ચાવડા, બી.એન.આહિર, વસંતભાઈ આહિર, દિપકસિંહ જાડેજા, રાજેશભાઈ બરાયા, કાનજીભાઈ આહિર, ગોપાલભાઈ વેરા, ભીમજીભાઈ ચાવડા, શામજીભાઈ બરાડિયા, આંબાભાઈ રબારી, નૌતમભાઈ ચૌહાણ, પ્રાગજીભાઈ, મહાવીરસિંહ જાડેજા સહિત વિવિધ ગામના સરપંચો, દાતા ઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો