પાવાગઢ:આસો નવરાત્રી વચ્ચે માલવાહક રોપ-વેનો કેબલ તૂટ્યો, સદનસીબે જાનહાની ટળી, પેસેન્જર રોપ-વે સુરક્ષિત

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૫.૧૦.૨૦૨૬

પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અને યાત્રાધામ પાવાગઢ ખાતે આજે સવારે અંદાજે ૯ વાગ્યાના સુમારે એક દુર્ઘટના સર્જાઈ હતી. ઉષા બ્રેકો કંપની દ્વારા સંચાલિત માલવાહક (કાર્ગો) રોપ-વેનો કેબલ અચાનક તૂટી પડતાં માલ-સામાન ભરેલી બકેટ વીજળીક ગતિએ નીચે ધસી આવી હતી અને માચી ખાતેના સ્ટ્રક્ચર સાથે ધડાકાભેર અથડાઈ હતી. હાલ આસો નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલતો હોવાથી પાવાગઢમાં રોપ-વે તૂટવાની ખબર વાયુવેગે પ્રસરતાં શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ હતી.બનાવની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાસ્થળે દોડી ગયું હતું. રાહતના સમાચાર એ છે કે આ અકસ્માત માત્ર માલવાહક રોપ-વેમાં બન્યો હતો. હાલ આ રોપ-વેનો ઉપયોગ માત્ર મંદિરના સામાન અને ચાલતા બાંધકામની હેરફેર માટે જ થતો હોવાથી બકેટમાં કોઈ વ્યક્તિ હાજર નહોતી, જેથી મોટી જાનહાની ટળી છે.ઉલ્લેખનીય છે કે, બરાબર એક વર્ષ પહેલા શ્રીજી વિસર્જનના દિવસે આ જ માલવાહક રોપ-વેમાં સર્જાયેલી દુર્ઘટનામાં સુરક્ષાકર્મીઓ અને કામદારો સહિત ૬ લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. તે સમયે તપાસ સમિતિ પણ રચવામાં આવી હતી અને ત્યારબાદ સમારકામ કરીને તેનો ઉપયોગ અત્યંત મર્યાદિત કરી દેવાયો હતો. નિયમિત સમારકામ અને જાળવણીના દાવાઓ છતાં આજે ફરીથી કેબલ તૂટવાની ઘટના બનતાં રોપ-વેની મેન્ટેનન્સ અને સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.ઘટના અંગે રોપ-વે મેનેજરે જણાવ્યા અનુસાર, માલવાહક રોપ-વેની મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ થયા બાદ આજે ટ્રાયલ રન લેવાઈ રહ્યો હતો. આ ટ્રાયલ દરમિયાન જ કેબલ તૂટતાં ટ્રોલી નીચે ધસી આવી હતી.

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો