જામ સલાયામાં આઈ શ્રી બાલવી માતાજી અને હરસિદ્ધિ માતાજીના દર્શને પહોંચ્યા દેવભૂમિ દ્વારકા જિલ્લા એસપી જયરાજસિંહ વાળા સાહેબ

જામ સલાયામાં આઈ શ્રી બાલવી માતાજી અને હરસિદ્ધિ માતાજીના દર્શને પહોંચ્યા દેવભૂમિ દ્વારકા જિલ્લા એસપી જયરાજસિંહ વાળા સાહેબ

માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી, મંદિરના ઇતિહાસ અને નવરાત્રી દરમિયાન થતી વિશેષ પૂજા-આરતી વિશે માહિતી મેળવી

દેવભૂમિ દ્વારકા જિલ્લો

(નયના દવે દ્વારા)

જામ સલાયા મુકામે બિરાજમાન આઈ શ્રી બાલવી માતાજી તથા હરસિદ્ધિ માતાજીના મંદિરે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા સાહેબે પધારી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.આ પ્રસંગે બાલવી માતાજીના ભુવા લાલજીભાઈ તન્ના તેમજ હરસિદ્ધિ માતાજી મંદિરના મહંત અશોકપરી ગોસ્વામી દ્વારા જિલ્લા એસપી જયરાજસિંહ વાળા સાહેબનું સન્માન કરવામાં આવ્યું હતું.આ તકે ખંભાળિયા નગરપાલિકાના સદસ્ય પરિવારના સભ્ય અને જિલ્લા ભાજપના અગ્રણી ઇન્દ્રજીતસિંહ પરમાર, જાણીતા ઓર્થોપેડિક ડૉ. અમિત નકુમ, પીજીવીસીએલના અધિકારી ભાર્ગવ શુક્લ સહિતના મહાનુભાવોએ પણ માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.જિલ્લા એસપી જયરાજસિંહ વાળા સાહેબે બંને મંદિરોના ધાર્મિક મહાત્મ્ય અને ઇતિહાસ વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. સાથે જ મંદિરમાં વર્ષોથી ચાલી આવતી સેવા-પૂજા તથા નવરાત્રી દરમિયાન યોજાતી વિશેષ આરતી અને ધાર્મિક અનુષ્ઠાનો વિશે જાણકારી મેળવી મંદિર દ્વારા કરવામાં આવતી ધાર્મિક સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરી હતી.આ મુલાકાત દરમિયાન ધાર્મિક વાતાવરણ વચ્ચે મહાનુભાવોની ઉપસ્થિતિથી મંદિર પરિસરમાં ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો