MORBI:મોરબીમાં રૂ. 53,855ના વિદેશી દારૂના કેસમાં આરોપીના જામીન મંજૂર

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના એક ગુનામાં અદાલતે આરોપીના જામીન મંજૂર કરતો હુકમ કર્યો છે. આ કેસમાં બચાવપક્ષના વકીલોની કાયદાકીય દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આ નિર્ણય લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી તાલુકા પોલીસ મથકમાં સી-પાર્ટ ગુ.ર.નં. 2123/2026 હેઠળ પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E) તથા 116(B) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે કાર્યવાહી દરમિયાન ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કાચ તથા પ્લાસ્ટિકની નાની-મોટી કુલ 89 બોટલો કબ્જે કરી હતી, જેની અંદાજિત કિંમત રૂ. 53,855/- આંકવામાં આવી હતી.
આ કેસમાં આરોપીની અટકાયત બાદ જામીન મુક્ત થવા માટે અદાલતમાં અરજી કરવામાં આવી હતી. આરોપી તરફે વિદ્વાન એડવોકેટ શ્રી મહેશ્વરી મકવાણા તથા એડવોકેટ શ્રી ક્રિષ્ના જારિયા રોકાયા હતા.
સુનાવણી દરમિયાન બચાવપક્ષના વકીલોએ કેસના તથ્યો, પુરાવાઓની સ્થિતિ અને કાયદાકીય જોગવાઈઓને ટાંકીને અદાલત સમક્ષ ધારદાર દલીલો રજૂ કરી હતી. બંને પક્ષોની દલીલો અને કેસના સંજોગોને ધ્યાને લઈ સક્ષમ અદાલતે આરોપીની જામીન અરજી મંજૂર કરવાનો આદેશ કર્યો હતો.













