તા.૧૫/૧૦/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આજે વિભાગીય પોલીસ અધિકારી કચેરીના લોકાર્પણ, તેરા તુઝકો અર્પણ, ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત સહિત વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના હેતુસર રાજકોટ જિલ્લા અને સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે પધાર્યા છે. આ પ્રસંગે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે તેમને ઉષ્માભર્યો આવકાર આપવામાં આવ્યો હતો.


આ તકે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશ મકવાણા, ધારાસભ્યો શ્રી ઉદયભાઈ કાનગડ અને શ્રી કિરીટસિંહ રાણા, પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર શ્રી ચૈતન્ય માંડલિક, ડી.આઇ.જી. શ્રી ગિરીશ પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા, જિલ્લા કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, ડી.સી.પી. શ્રી જગદીશ બાંગરવા,શ્રી પ્રશાંત કોરાટ સહિત અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. નાયબ મુખ્યમંત્રીશ્રીએ અભિવાદન બાદ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામમાં શ્રી ચામુંડા માતાના દર્શનાર્થે જવા પ્રસ્થાન કર્યું હતું.












