ખેલ મહાકુંભમાં ખત્રી વિદ્યાલય બોડેલીનો દબદબો! રસ્સાખેંચ અને કબડ્ડીમાં જિલ્લા કક્ષાએ મેળવ્યો પ્રથમ ક્રમ

છોટાઉદેપુર: ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી છોટાઉદેપુર જિલ્લા કક્ષાની રસ્સાખેંચ અને કબડ્ડી સ્પર્ધામાં બોડેલીની ખત્રી વિદ્યાલયે શાનદાર પ્રદર્શન કરીને બંને રમતોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આજરોજ ઉદેપુરની નારાયણ સ્કૂલ ખાતે યોજાયેલી જિલ્લા કક્ષાની રસ્સાખેંચ સ્પર્ધામાં જિલ્લાના વિવિધ તાલુકાઓની પ્રથમ ક્રમની ટીમોએ ભાગ લીધો હતો. ભારે રસાકસીભરી સ્પર્ધા બાદ ખત્રી વિદ્યાલય બોડેલીની ટીમે ચેમ્પિયન બની વિજય મેળવ્યો હતો. બીજી તરફ, પાવીજેતપુર ખાતે યોજાયેલી જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં અંડર-14 ભાઈઓની કેટેગરીમાં પણ ખત્રી વિદ્યાલયની ટીમે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને શાળાનું નામ સમગ્ર જિલ્લામાં ગુંજતું કર્યું હતું. બંને સ્પર્ધાઓ શાંત વાતાવરણમાં ઉત્સાહ અને ખેલદિલી સાથે સંપન્ન થઈ હતી. આ બંને રમતોમાં હવે ખત્રી વિદ્યાલયની ટીમો છોટાઉદેપુર જિલ્લાનું રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે. વિદ્યાર્થીઓને સ્પર્ધા માટે તૈયાર કરવામાં શાળાના ઉત્સાહી શિક્ષક એમ.એમ. ઠાકોરે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું, જ્યારે કબડ્ડી સ્પર્ધાના આયોજનમાં સહકન્વીનર વી.આર. શાહ અને શાળાના શિક્ષક જે.સી. પટેલના સહયોગથી સ્પર્ધા સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. ખેલ મહાકુંભમાં બંને રમતોમાં પ્રથમ સ્થાન મેળવીને ખત્રી વિદ્યાલયના ખેલાડીઓએ શાળાની રમતગમત ક્ષેત્રેની સિદ્ધિમાં વધુ એક યશકલગી ઉમેરી છે. હવે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પણ શાળાની ટીમો ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રિપોર્ટર તોસીફ ખત્રી

54
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો