દાહોદની દોલતગંજ કન્યા શાળામાં ૧૦૮ અને આરોગ્ય વિભાગ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેફ્ટી તાલીમ યોજાઈ

તા.૧૬.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદની દોલતગંજ કન્યા શાળામાં ૧૦૮ અને આરોગ્ય વિભાગ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેફ્ટી તાલીમ યોજાઈ

દાહોદ સ્થિત દોલતગંજ કન્યા શાળા ખાતે વિદ્યાર્થીઓમાં આપત્તિ વ્યવસ્થાપન અને સુરક્ષા અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેફ્ટી તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ ૧૦૮ કટોકટી સેવા અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે પૂરી પાડવામાં આવી હતી.આ તાલીમ કાર્યક્રમ દરમિયાન આપત્તિના સમયે સ્વ-બચાવ, પ્રાથમિક સારવાર (First Aid) અને કટોકટીની પરિસ્થિતિમાં તાત્કાલિક લેવાના થતાં પગલાં અંગે વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા પ્રોજેક્ટ અધિકારી  જયેશકુમાર જી. ગાડીલુહાર, જિલ્લા કક્ષાના નાયબ મામલતદાર પી. કે. કપાસિયા (પૂર શાખા) તેમજ દાહોદના નાયબ મામલતદાર  ચેતનભાઈ ભાભોર (પૂર શાખા) ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપનનું મહત્વ સમજાવ્યું હતું.આ વિશેષ તાલીમ શિબિરમાં શાળાની ૩૯૭ વિધાર્થિનીઓ તથા ૧૧ શિક્ષક-સ્ટાફ મિત્રો ઉત્સાહભેર જોડાયા હતા અને માર્ગદર્શન મેળવ્યું હતું

54
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો