એહવાલ માધવ મકવાણા લીમખેડા

લીમખેડા: દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે નવનિયુક્ત તાલુકા સભ્યોની બેઠક યોજવા તેમજ પક્ષના કાર્યાલય માટે યોગ્ય જગ્યા ફાળવવાની માંગ સાથે તાલુકા વિકાસ અધિકારી (TDO) સાહેબને લેખિત અરજી આપવામાં આવી હતી.
આ પ્રસંગે આમ આદમી પાર્ટીના તાલુકા ઇન્ચાર્જ શ્રી નરેશભાઈ બારિયા સહિત પાર્ટીના કાર્યકરો અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
પક્ષ દ્વારા નવનિયુક્ત તાલુકા સભ્યોને સંગઠનાત્મક કામગીરી માટે બેઠક અને કચેરીની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરવામાં આવી હત









