AHMEDABAD:અમદાવાદ-રાજકોટ હાઈવે પર સાયલા નજીક પોલીસ ફાયરિંગ: કુખ્યાત દેવેન્દ્ર બોરીચા ઉર્ફે ‘ડેંડુ’ પગમાં ગોળી વાગતાં ઘાયલ

AHMEDABAD:અમદાવાદ-રાજકોટ હાઈવે પર સાયલા નજીક પોલીસ ફાયરિંગ: કુખ્યાત દેવેન્દ્ર બોરીચા ઉર્ફે ‘ડેંડુ’ પગમાં ગોળી વાગતાં ઘાયલ

સુરેન્દ્રનગર | તા. ૧૬ ઓક્ટોબર, ૨૦૨૬ (રિપોર્ટર: ઉમેશભાઈ બાવળિયા)

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સાયલા નજીક પોલીસ અને કુખ્યાત ગુનેગાર વચ્ચે અથડામણની સનસનાટીભરી ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૦થી વધુ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા નામચીન હિસ્ટ્રીશીટર દેવેન્દ્ર બોરીચા ઉર્ફે ‘ડેંડુ’એ પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટવા માટે પોલીસ પર હુમલો કરી પીએસઆઈની સરકારી રિવોલ્વર આંચકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે સ્વબચાવમાં કરેલા ફાયરિંગમાં આરોપીના પગમાં ગોળી વાગતાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની સ્પેશિયલ ઓપરેશન ટીમ પોતાની કામગીરી પૂર્ણ કરી રાજકોટ પરત ફરી રહી હતી. તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે લાંબા સમયથી વોન્ટેડ કુખ્યાત આરોપી દેવેન્દ્ર બોરીચાને દબોચી લેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસ પકડમાં આવ્યા બાદ આરોપી દેવેન્દ્ર બોરીચાએ નાસી છૂટવાનો પેંતરો રચ્યો હતો. તેણે પોલીસકર્મીઓ પર હુમલો કરી ફરજ પરના એક પીએસઆઈની સરકારી રિવોલ્વર બળજબરીથી આંચકી લેવાની કોશિશ કરી હતી. અચાનક બનેલી આ ઘટનાથી વાતાવરણ તંગ બની ગયું હતું. પોલીસ કર્મચારીઓની સુરક્ષા જોખમાતા અને આરોપીને ભાગતો અટકાવવા માટે પોલીસે આત્મરક્ષણાર્થે ફાયરિંગ કરવું પડ્યું હતું. આ કાર્યવાહીમાં એક ગોળી આરોપીના પગમાં વાગતાં તે સ્થળ પર જ ઢળી પડ્યો હતો.

૨૦થી વધુ ગંભીર ગુનાઓનો આરોપી:ઈજાગ્રસ્ત દેવેન્દ્ર બોરીચા ઉર્ફે ‘ડેંડુ’ સામે સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં હત્યા, ખંડણી, અપહરણ અને ઘાતક મારામારી જેવા ૨૦થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. તે પોલીસ ચોપડે અગાઉથી જ મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં હતો.

હોસ્પિટલમાં ચુસ્ત બંદોબસ્ત:ફાયરિંગની ઘટના બાદ તાત્કાલિક ઘાયલ આરોપીને સારવાર અર્થે સુરેન્દ્રનગરની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હોસ્પિટલ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા વધુ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે.

53
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો