MORBI:મોરબી ‘સ્માર્ટ સોલાર ફાર્મ’ પ્રોજેક્ટ સાથે હરબટીયાળીની વિદ્યાર્થીનીઓએ જિલ્લા કક્ષાએ મારી બાજી, ટોપ-10માં મેળવ્યું સ્થાન

MORBI:મોરબી ‘સ્માર્ટ સોલાર ફાર્મ’ પ્રોજેક્ટ સાથે હરબટીયાળીની વિદ્યાર્થીનીઓએ જિલ્લા કક્ષાએ મારી બાજી, ટોપ-10માં મેળવ્યું સ્થાન

​આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર, મોરબી ખાતે ગત 05 ઓક્ટોબરના રોજ જિલ્લા કક્ષાના ‘નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ 2026-27’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાની વિવિધ શાળાઓમાંથી પાંચ અલગ-અલગ વિભાગોમાં સંખ્યાબંધ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં હરબટીયાળી ગ્રામ પંચાયત સંચાલિત શ્રી હાઈસ્કૂલ હરબટીયાળીની વિદ્યાર્થીનીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા તેમજ સમગ્ર ગામનું નામ રોશન કર્યું છે.

​શ્રી હાઈસ્કૂલ હરબટીયાળીમાં ધોરણ-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પંછી રોહિતભાઈ મુછારા અને હિર કૌશિકભાઈ ચંડાટ દ્વારા તૈયાર કરવામાં આવેલ “Smart Solar Farm Energy Management System” પ્રોજેક્ટે ‘E4 For Energy’ કેટેગરીમાં ભાગ લીધો હતો. પોતાની અદભુત વૈજ્ઞાનિક સૂઝબૂઝ અને નવીન વિચારસરણીના આધારે આ પ્રોજેક્ટે સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવીને જિલ્લાના ‘ટોપ-10’ પ્રોજેક્ટ લિસ્ટમાં ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

​જિલ્લા કક્ષાએ મળેલી આ ઝળહળતી સફળતા બાદ હવે આ બંને વિદ્યાર્થીનીઓ સાયન્સ સિટી, અમદાવાદ ખાતે યોજાનાર રાજ્ય કક્ષાના સેમિનારમાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.​આ ભવ્ય સિદ્ધિ બદલ શાળાના આચાર્યશ્રી આર. જે. મુછારા તેમજ સમગ્ર શાળા પરિવારે વિજેતા બંને વિદ્યાર્થીનીઓ અને પ્રોજેક્ટના માર્ગદર્શક ગણિત-વિજ્ઞાન શિક્ષક શ્રી જે. ડી. સિધ્ધપુરાને અભિનંદન પાઠવી રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

53
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો