મેઘરજના ઈસરી ગામે અનોખી આસ્થા: આઠમના દિવસે માતાજીને 10 ડબ્બા ચોખ્ખા ઘીની સુખડીનો મહાપ્રસાદ ધરાવાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજના ઈસરી ગામે અનોખી આસ્થા: આઠમના દિવસે માતાજીને 10 ડબ્બા ચોખ્ખા ઘીની સુખડીનો મહાપ્રસાદ ધરાવાયો


અરવલ્લી : અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઈસરી ગામે નવરાત્રિના પાવન પર્વ દરમિયાન માતાજી પ્રત્યેની અનોખી આસ્થા અને શ્રદ્ધા જોવા મળી હતી. અહીં માતાજી સમક્ષ માનતા રાખવા અને દર્શન કરવા માટે ગુજરાતભરમાંથી ભક્તો આવતા હોવાની માન્યતા છે. માનતા પૂર્ણ થયા બાદ ભક્તો દ્વારા માતાજીને ચોખ્ખા ઘીની સુખડીનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. આઠમના પવિત્ર દિવસે એકસાથે 10 ડબ્બા ચોખ્ખા ઘીની સુખડીનો મહાપ્રસાદ ધરાવવામાં આવ્યો હતો.
ઈસરી ગામમાં બિરાજમાન માતાજી પ્રત્યે ભક્તોમાં વર્ષોથી અતૂટ શ્રદ્ધા જોવા મળે છે. સંતાન પ્રાપ્તિ, નોકરી-ધંધા સહિત જીવનની વિવિધ મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવાની આશા સાથે ભક્તો માતાજીના ચરણે માનતા રાખતા હોવાનું કહેવાય છે. માનતા પૂર્ણ થયા બાદ ભક્તો દ્વારા માતાજીને સુખડીનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે.

સુખડીના પ્રસાદની અનોખી પરંપરા

ઈસરી ગામમાં નવરાત્રિ દરમિયાન ચોખ્ખા ઘીની સુખડીનો પ્રસાદ વિશેષ આસ્થાનું કેન્દ્ર બને છે. ભક્તો દ્વારા દરરોજ અંદાજે પાંચથી સાત ડબ્બા સુખડી તૈયાર કરીને માતાજીને ધરાવવામાં આવે છે અને ત્યારબાદ શ્રદ્ધાળુઓમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. આઠમના પાવન દિવસે 10 ડબ્બા ચોખ્ખા ઘીની સુખડીનો મહાપ્રસાદ ધરાવવામાં આવ્યો હતો.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો