સરદારકૃષિનગર વેટરનરી કોલેજ ખાતે ‘નશા મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો

19 ઓકટોમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

કામધેનુ યુનિવર્સિટીની વેટરનરી કોલેજ, સરદારકૃષિનગરના સ્ટુડન્ટ્સ કાઉન્સેલિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ દ્વારા બનાસ મેડિકલ કોલેજ, પાલનપુરના સહયોગથી ‘નશા મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ ભાગ લીધો હતો. સ્ટુડન્ટ્સ કાઉન્સેલિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલના કન્વીનર ડૉ. સી. એમ. મોદીએ ઉપસ્થિત મહાનુભાવો, નિષ્ણાતો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓનું સ્વાગત કરી વ્યસન નિવારણમાં જાગૃતિ અને સામૂહિક જવાબદારીનું મહત્ત્વ સમજાવ્યું હતું. કોલેજના આચાર્ય ડૉ. એચ. સી. ચૌહાણે યુવાનોને નશીલા પદાર્થોથી દૂર રહી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને વ્યસનમુક્ત સમાજના નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.બનાસ મેડિકલ કોલેજ, પાલનપુરના કમ્યુનિટી મેડિસિન વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડૉ. કીર્તિકુમાર રાહુલે વ્યસનનાં વિવિધ સ્વરૂપો અને તેના નિવારણ અંગે માર્ગદર્શન આપ્યું હતું, જ્યારે સાઇકિયાટ્રી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. નીરજ પટેલે વ્યસનનાં લક્ષણો તેમજ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર થતી પ્રતિકૂળ અસરો વિશે વિસ્તૃત સમજ આપી હતી. ત્યારબાદ ડૉ. વિશાલ ચાવડાએ ઉપસ્થિત સૌને નશામુક્તિના શપથ લેવડાવ્યા હતા. કાર્યક્રમના અંતે ડૉ. આર. બી. મકવાણાએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં વ્યસન અંગે જાગૃતિ કેળવવા, જવાબદાર વર્તનને પ્રોત્સાહન આપવા અને સ્વસ્થ તથા વ્યસનમુક્ત ભારતના નિર્માણ માટે સામૂહિક પ્રયાસો કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો