વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – રાપર કચ્છ.
રાપર, તા-૧૯ ઓક્ટોબર : જિલ્લા પંચાયત કચ્છ-ભુજની આરોગ્ય શાખાના માર્ગદર્શન હેઠળ સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, રાપર ખાતે ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત પોષણ કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં શ્રીમતી એન.પી. મહેતા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ટીબીના દર્દીઓને પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત, ૪૦ કિલોથી ઓછું વજન ધરાવતા સગર્ભા માતાઓને શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગર તરફથી પોષણ કિટ આપવામાં આવી. આ સમગ્ર આયોજન અંતર્ગત લાભાર્થીઓને કુલ ૮૦ પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું.સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ રાપરના અધિક્ષક ડૉ. રોબિનસિંગ રાઠોડે જણાવ્યું હતું કે, આ પહેલનો હેતુ ટીબીના દર્દીઓ અને પોષણની વિશેષ જરૂરિયાત ધરાવતી સગર્ભા માતાઓને પોષણ સહાય પૂરી પાડીને તેમના આરોગ્યની સંભાળમાં સહયોગ આપવાનો છે. જનભાગીદારી અને દાતાઓના સહયોગથી ‘ટીબી મુક્ત ભારત’ ના સંકલ્પને સાકાર કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા સહયોગ આપનાર તમામ દાતાઓ અને સંસ્થાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.આ કાર્યક્રમમાં દાતાઓના પ્રતિનિધિ તરીકે કીર્તિભાઈ મોરબિયા, કૌશિકભાઈ બગડા અને જયસુખભાઈ લુહાર, ઘનશ્યામભાઈ મજીઠિયા ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા હેલ્થ ઓફિસ રાપર તરફથી મહાદેવભાઈ બારડ, ખેંગારભાઈ મકવાણા, રિટાબેન ડામોર, નવીનભાઈ, દિનેશભાઈ અને અમિતભાઈ તેમજ ટીબી સુપરવાઇઝર ચિરાગભાઈ સોલંકી હાજર રહ્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચંદ્રેશભાઈ દરજી દ્વારા કરવામાં આવ્યું હતું.












