દરેડ GIDCમાં બે બાઇક ની સામ-સામે ટક્કર: મધ્યપ્રદેશ ના યુવકનું ઘટના સ્થળે મોત.

ફેસ-3 ના જી-રોડ પર અકસ્માતમાં અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત; 108 મારફતે સરકારી જી.જી.હોસ્પિટલ ખસેડાયો
જામનગર
(નયના દવે દ્વારા)
જામનગર નજીકના દરેડ GIDC ફેસ-3 માં પ્લોટ નં.3498 નજીક જી-રોડ પર બપોરે આશરે 2 વાગ્યે બે બાઇક સામ-સામે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જોરદાર ટક્કરમાં મધ્યપ્રદેશના વતની એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
અકસ્મતમાં અન્ય એક વ્યક્તિને આંખ તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચતાં 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવની જાણ થતાં પંચકોષી ‘બી’ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી, મૃતકની ઓળખ મેળવવા તથા અકસ્માતનું કારણ જાણવા આગળની તપાસ હાથ ધરી છે.










