કચ્છમાં ચાઇનાકલે અને સિલિકા સેન્ડના ગેરકાયદેસર વહન સામે ખાણ અને ખનિજ વિભાગની કાર્યવાહી

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ તાલુકાના મમુઆરા વિસ્તારમાં સાત ડમ્પર જપ્ત : અંદાજે રૂ. ૨ કરોડનો મુદ્દામાલ કબજે.

ભુજ,તા-૧૯ ઓક્ટોબર : જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ તથા ભૂસ્તરશાસ્ત્રી ડી. એસ. બારીયાના નેતૃત્વમાં ખાણ અને ખનિજ વિભાગની ટીમે ભુજ તાલુકાના મમુઆરા વિસ્તારમાં ચાઇનાકલે અને સિલિકા સેન્ડ ખનિજના ગેરકાયદેસર વહન સામે કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહી દરમિયાન ડમ્પર નં. GJ12CT6816, GJ12CT8469, GJ12CT4888, GJ12BY7541, GJ12BV9602, GJ12BZ7973 અને GJ12CT6863 સહિત કુલ સાત ડમ્પર મોમાઈ ચાઈના કલેના સ્ટોક વિસ્તાર ખાતે જપ્ત કરીને મોમાઈ ચાઈના કલેની કસ્ટડી હેઠળ રાખવામાં આવ્યાં છે. જપ્ત કરાયેલ મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ. ૨ કરોડ જેટલી છે. ભૂસ્તરશાસ્ત્રીશ્રીની કચેરી ભુજ દ્વારા આ પ્રકરણમાં કાયદાકીય નિયમોનુસાર આગળની દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જિલ્લામાં ગેરકાયદેસર ખનન, ખનિજ વહન તથા ખનિજ સંગ્રહ જેવી પ્રવૃત્તિઓને અટકાવવા ખાણ અને ખનિજ વિભાગ દ્વારા આગામી સમયમાં પણ આ પ્રકારની તપાસ અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો