ચંદ્રવદન મકવાણા
દશેરા તહેવાર નિમિત્તે વલસાડ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા વિવિધદુકાનો પર પહોંચી ખાદ્ય સામગ્રી જેવી કે, ફાફડા– જલેબીની તપાસ કરી હતી.

આ તપાસ દરમિયાન ફાફડાના ૧૩, જલેબીના ૯, ચટણીના ૭ એન્ફોર્સમેન્ટ નમુનાઓ તથા સર્વેલન્સ સેમ્પલમાં જલેબીનો ૧અને અન્ય રો– મટીરીયલના ૬ મળીને કુલ ૩૬ નમુના લેવાની કામગીરી કરવામાં આવી હતી. આ તમામ નમૂના પૃથ્થકરણ માટેલેબોરેટરીમાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફૂડ સેફટી ઓફિસરો દ્વારા તમામ દુકાનદારોને સ્વચ્છતાનીજાળવણી માટે કડક સૂચના આપવામાં આવી હતી.
આગામી દિવસોમાં દિવાળી સહિતના અનેક તહેવારોની ભરમાર આવી રહી છે ત્યારે ફૂડ વિભાગ દ્વારા વારંવાર અનેકવિધ ઠેકાણે ઓચિંતુ ચેકિંગ હાથ ધરવામાં આવશે એવુ ફૂડ વિભાગના ડેઝીગ્નેટેડ ઓફિસરે અખબારી યાદીમાં જણાવ્યું હતું.










