અંજાર, મુંદ્રા અને ભુજમાંથી ફાફડા-જલેબી, ગાંઠિયા સહિત વિવિધ ખાદ્ય પદાર્થોના ચેંકિગ માટે ૬૦ નમૂના લેવાયા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા – 19 ઓક્ટોબર : તહેવારોની મોસમમાં ફૂડ સેફ્ટી વિભાગની લાલ આંક: અંજાર, મુંદ્રા અને ભુજમાંથી ફાફડા-જલેબી, ગાંઠિયા સહિત વિવિધ ખાદ્ય પદાર્થોના ૬૦ નમૂના લેવાયા કચ્છ જિલ્લામાં આગામી તહેવારોની ઉજવણીને અનુલક્ષીને નાગરિકોના સ્વાસ્થ્ય અને આરોગ્યની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA), ભુજ-કચ્છ દ્વારા સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

તહેવારો દરમિયાન બજારમાં વધતી માંગ વચ્ચે ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા જળવાઈ રહે તે માટે તંત્ર સંપૂર્ણપણે સક્રિય બન્યું છે.

ત્રણ મહત્વના તાલુકાઓમાં સઘન ચેકિંગ: ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી એસ. બી. પટેલ અને શ્રી એમ. એમ. પટેલ દ્વારા સંયુક્ત રીતે કચ્છના અંજાર, મુંદ્રા અને ભુજ તાલુકાના વિવિધ વિસ્તારોમાં આવેલી ફરસાણ, મીઠાઈ તથા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી પેઢીઓ પર ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. તહેવારોમાં વિશેષરૂપે ખવાતી ખાધ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા ચકાસવા માટે તંત્ર દ્વારા આક્રમક અભિગમ અપનાવવામાં આવ્યો છે.

૬૦ જેટલા ખાદ્ય પદાર્થોના નમૂના પૃથ્થકરણ અર્થે મોકલાયા: આ સઘન ડ્રાઇવ દરમિયાન બજારમાંથી કુલ ૬૦ જેટલા વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના (Samples) એકત્રિત કરવામાં આવ્યા છે. લેબોરેટરીમાં ગુણવત્તા ચકાસણી માટે મોકલાયેલા આ નમૂનાઓમાં મુખ્યત્વે ગુજરાતીઓની પ્રીમિયમ પસંદગી સમાન ફાફડા, જલેબી, ગાંઠિયા, બુંદી, સેવ, ભાવનગરી ગાંઠિયા, લાડુ સહિતના લોકપ્રિય ફરસાણ અને મીઠાઈઓનો સમાવેશ થાય છે. આ નમૂનાઓના રિપોર્ટ આવ્યા બાદ ધોરણસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

વેપારીઓ માટે જાગૃતિ અને માર્ગદર્શક બેઠકો:

માત્ર દંડાત્મક કાર્યવાહી જ નહીં, પરંતુ વેપારીઓમાં ખાદ્ય સુરક્ષા અંગે જાગૃતિ આવે તે હેતુસર તંત્ર દ્વારા ખાસ બેઠકોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ વિસ્તારોના વેપારીઓ અને એસોસિએશન સાથે બેઠકો યોજીને તેઓને તહેવારો દરમિયાન સ્વચ્છતા જાળવવા, શુદ્ધ કાચા માલનો ઉપયોગ કરવા અને ગ્રાહકોને ગુણવત્તાસભર ખાદ્ય સામગ્રી પૂરી પાડવા માટે વિશેષ માર્ગદર્શન અને તાકીદ આપવામાં આવી હતી.ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન, ભુજ-કચ્છ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી તહેવારોની સિઝનમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર અસામાજિક તત્વો કે ધંધાર્થીઓ સામે આગામી દિવસોમાં પણ આ પ્રકારે કડક ચેકિંગ અને કાર્યવાહી સતત ચાલુ રહેશે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો