ચંદ્રવદન બી મકવાણા

વલસાડ જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક કલેકટર નિતિન સાંગવાનના અધ્યક્ષ સ્થાને કલેકટરાલયનાસભાખંડમાં મળી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, ધારાસભ્યો સર્વે રમણલાલ પાટકર, જીતુભાઇ ચૌધરી, ભરતભાઇપટેલ, અરવિંદભાઇ પટેલ સહિત પદાધિકારીઓ/અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં બંધ પડેલી વાજબી ભાવની દુકાનશરૂ કરવા ચર્ચા કરવામાં આવી હતી.
વાજબી ભાવની દુકાન વલસાડ તાલુકામાં ભાગડાવાડા, ગોરગામ–૨, માલવણ, ઉમરગામ તાલુકામાં ખતલવાડા–૪, પારડી તાલુકામાં સોનવાડા, ડુમલાવ માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં રાજય સરકારના નિયત ધારાધોરણ મુજબ પાત્રતાધરાવતા ઉમેદવારોની અરજીઓ પ્રથમ, બીજો અને તૃતિય ક્રમ મુજબ મંજુર કરવામાં આવી હતી. જયારે ખતલવાડા પંડિત દિન દયાળગ્રાહક ભંડાર માટે ત્રીજા પ્રત્યનમાં એક જ અરજી મળી હતી. જેમાં શેક્ષણિક લાયકાત એસ.એસ.સી. હોય, સરકારમાં દરખાસ્ત કરવાસર્વાનુંમતે નિર્ણય લેવાયો હતો.
બેઠકમાં રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા–૨૦૧૩ મુજબ અત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબોને અનાજમાં ઘંઉ, જુવાર, ચોખા, બાજરી અને મકાઇ ફાળવણી કરવામાં આવે છે. આ વિસ્તારમાં બાજરી ખાવાનું ચલણ ન હોઇ, બાજરીના સ્થાને અન્યઅનાજ ફાળવવા બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
વાજબી ભાવની દુકાન ધારકો દ્વારા જરૂરતમંદ લોકોને કેટલું અનાજ મળે છે. તેની રસીદ આપતાં કોરા કાગળ પરઅનાજની વિગતો આપવામાં આવતી હોવાની રજુઆતને ધ્યાને લઇ, કલેકટરે આવી બાબતો ધ્યાને આવશે તેવા દુકાનદાર સામે કડકપગલાંઓ લેવા પણ સુચના આપી હતી. બેઠકનું સંચાલન જિલ્લા પુરવઠા અધિકારી કૌશિક જાદવે કર્યું હતું.










