આમોદના ઇખર ગામમાં વૃદ્ધનો મૃતદેહ મળતા ચકચાર!

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઇખર ગામમાં એક વૃદ્ધ વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઇખરથી મેસરાડ જવાના માર્ગ પર કપાસના ખેતરની બાજુમાંથી ગામના જ 90 વર્ષીય મહંમદ યુસુફ પટેલનો બળેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

વૃદ્ધનો બળેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યાની જાણ વાયુવેગે ગામમાં ફેલાતા ઘટનાસ્થળે લોકોનાં ટોળાં ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. કરમટિયા પોલીસ કાફલા સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો.

જોકે, 90 વર્ષીય મહંમદ યુસુફ પટેલનું મોત કયા સંજોગોમાં થયું અને તેમના મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ શું છે? તેને લઈને અનેક સવાલો ઊભા થયા છે. હાલ મૃત્યુનું કારણ સ્પષ્ટ થયું નથી. પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સમગ્ર હકીકત સામે આવશે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો