ભિલોડાના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં મંત્રી પી.સી. બરંડા ગરબે ઘૂમ્યા

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

ભિલોડાના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં મંત્રી પી.સી. બરંડા ગરબે ઘૂમ્યા

વીરપુર ગામે નવરાત્રિ મહોત્સવમાં વિશાળ જનમેદની ઉમટી, મંત્રીએ માતાજીના હવનમાં આહુતિ આપી

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના અંતરિયાળ આદિવાસી વિસ્તારના વીરપુર ગામે નવરાત્રિ મહોત્સવ દરમિયાન રાજ્ય સરકારના મંત્રી પી.સી. બરંડા ગરબે ઘૂમ્યા હતા. મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

વીરપુર ગામે યોજાયેલા નવરાત્રિ મહોત્સવમાં મંત્રી પી.સી. બરંડાએ ગરબામાં ભાગ લઈને માતાજીની આરાધના કરી હતી. આ પ્રસંગે તાલુકા ભાજપ સંગઠનના આગેવાનો અને કાર્યકરો સહિત વિશાળ જનમેદની ગરબે ઘૂમતી જોવા મળી હતી. સમગ્ર વિસ્તારમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો.ગરબા મહોત્સવ દરમિયાન મંત્રી પી.સી. બરંડાએ માતાજીના હવનમાં પણ આહુતિ અર્પણ કરી હતી. ભિલોડાના અંતરિયાળ આદિવાસી વિસ્તારના વીરપુર ગામે રાજ્ય સરકારના મંત્રી ગરબા મહોત્સવમાં સહભાગી થતાં સ્થાનિકોમાં આ કાર્યક્રમ ચર્ચાનો વિષય બન્યો હતો.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો