જાફરાબાદ ખાતે માં ભગવતી ના આઠમા નોરતે લોકસેવક પૂર્વ ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર તરફથી નવરાત્રી નિમિત્તે બાળાઓને લંચ બોક્સ વિતરણ

યોગેશ કાનાબાર રાજુલા

જાફરાબાદ ખાતે માં ભગવતી ના આઠમા નોરતે લોકસેવક પૂર્વ ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર તરફથી નવરાત્રી નિમિત્તે બાળાઓને લંચ બોક્સ વિતરણ

રાજુલા – જાફરાબાદ- ખાંભા ના પૂર્વ લોકસેવક ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર દ્વારા પ્રાચીન અને અર્વાચીન ગરબા દ્વારા માતાજીની પૂજા અને સ્તુતિ કરતી માતાજી સ્વરૂપા કુંવારીકા દીકરીઓને નવરાત્રીના આઠમાં નોરતાના પાવન પર્વે તમાંમ નાની મોટી ગરબી મંડળ માં નાની દિકરીઓને લંચ બોક્સ (ટિફિન ) વિતરણ તા/૧૮/૧૦/૨૦૨૬ ના રોજ માં જગતજનની જગદંબાની ઉપાસના ના પાવન પર્વ નવરાત્રિની ઉજવણી ના આઠમાં નોરતે માતાજી સ્વરૂપા કુંવારીકા દીકરીઓને લંચ બોક્સ વિતરણ કરવામાં આવ્યા હતા આ ગરબીઓમાં મોટા ઉંચાણીયા માં લાયન્સ ગ્રુપ મિત્ર મંડળ ની ગરબી કે જે અંદાજે ૨૦ વર્ષથી ગરબી આયોજન થાય છે. ત્યા નાની દિકરીઓ ગરબાની રમઝટ બોલાવે છે. ત્યા નાની મોટી બાળાઓને લંચ બોક્સ વિતરણ કરવામાં આવ્યા હતા તેવીજ રીતે ઉપર ના વિસ્તાર માં આવેલ મોટા ઉંચાણીયા ચામુંડા મિત્ર મંડળ વાળંદ શેરી કે તે વર્ષો જુની પરંપરાગત ગરબી હોય ત્યાં પણ ગરબે રમતી નાની દિકરીઓને લંચ બોક્સ (ટિફિન )વિતરણ કરવામાં આવ્યા હતા તેવીજ રીતે નવી બજાર વેપારી મિત્ર મંડળ ગરબી કે જ્યાં ગરબાની રમઝટ બોલાવતી નાની બાળાઓ ને પણ ઈનામ રૂપે લંચ બોક્સ વિતરણ કરવામાં આવ્યા હતા તથા સામાકાંઠા ખરવા વાડ વિસ્તાર બાલકૃષ્ણ સોસાયટી માં પણ નાની મોટી બાળકીઓને લંચ બોક્સ વિતરણ કરવામાં આવ્યા હતા તેવીજ રીતે સામાકાંઠા વિસ્તારમાં આવેલ મહાકાળી મંદિર ગરબી મંડળ ની નાની બાળાઓ ને પણ લંચ બોક્સ વિતરણ કરવામાં આવ્યા હતા આવીજ રીતે કામનાથ મહાદેવ ના પ્રાંગણમાં અને અરબી સમુદ્ર ના રમણીય સ્થળ પર આવેલી ખારવા સમાજના યુવા આગેવાનો દ્વારા ગરબી કે જ્યાં મોટો પંડાલ નાખી રંગબેરંગી લાઈટો થી સુશોભિત કામનાથ મહાદેવ મંદિર ગરબી કે જ્યાં દરરોજ મોટી સંખ્યામાં મહિલાઓ યુવાનો નાની દિકરીઓ દ્વારા ગરબાની રમઝટ બોલાવે છે. ત્યાં દરરોજ મહાપૂજા આરતી સાથે મહાપ્રસાદ નું તેમજ ઠંડા પીણા નું પણ આયોજન થાય છે. આજે ત્યાં પણ માં જગદંબાની ઉપાસનાના આઠમા નોરતે પૂર્વ ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર તરફથી નાની દિકરીઓને લંચ બોક્સ વિતરણ કરવામાં આવ્યા હતા ત્યાં મોટી સંખ્યામાં નાની બાળાઓને લંચ બોક્સ વિતરણ કરવામાં આવ્યા હતા તેવીજ રીતે કોળી સમાજમાં આવેલી નાની મોટી ગરબી મંડળ માં ગરબે ઘૂમતી દિકરીઓને લંચ બોક્સ વિતરણ કરવામાં આવેલ જુદી જુદી તમામ ગરબી મંડળ ની બાળાઓ દ્વારા પૂર્વ ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર નો હ્રદયથી આભાર માન્યો હતો તેમજ લોકપ્રિય અંબરીશભાઈ ડેર નો તમામ ગરબી મંડળ ના આગેવાનો દ્વારા આ માનવીય કામગીરી ને બિરદાવી હતી આ તકે તેમની ટીમ દ્વારા તમામ બાળકીઓને લંચ બોક્સ વિતરણ કરવામાં આવ્યા હતા ગયા વર્ષે પણ સ્ટીલ ની પાણી બોટલો વિતરણ કરવામાં આવી હતી દર વર્ષની પ્રણાલીકા મુજબ આ વર્ષે પણ લોકસેવક પૂર્વ ધારાસભ્ય અંબરીશભાઈ ડેર દ્વારા લંચ બોક્સ વિતરણ કરવામાં આવતા તમામ ગરબી મંડળ ના સંચાલકો તથા માતાજી સ્વરૂપા કુંવારીકા દીકરીઓ દ્વારા અંબરીશભાઈ ની આ સેવા કાર્ય ને બીરદાવી હતી

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો