ઓગડ તાલુકાના થરામા નગરદેવીશ્રી બહુચર માતાજી ના મંદિરે ધ્વજા રોહણ તેમજ માતાજી નો યજ્ઞ યોજાયો.

ભારતીય સંસ્કૃતિમાં માનવ મૂલ્યોને ઉજાગર કરતી પ્રણાલી જીવદયા “જીઓ અને જીવવા દો”ની ભાવના સાથે આરોગ્ય- મનોરંજન – કોમી-એકતાના ગુણો અને સંસ્કારોનો સંચાર કરે છે.મૃતાત્માને તર્પણ વિધિના શ્રાદ્ધપર્વ પૂર્ણ થતાં જ માં શક્તિનું પર્વ નવલા નોરતાનો પ્રારંભ થાય છે.નવરાત્રિ એટલે શકિત -ભકિત-આરાધના નુ પર્વ આજે કેટલાય ગામડાઓમાં પ્રાચીન પરંપરા મુજબ ગરબી ગરબાને ભવાઈ વેશ થકી મા શક્તિના ગુણગાન ગવાય છે.ત્યારે ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નગર માં જુનાગામ તળમાં બિરાજમાન અતિ પ્રાચીન નગરદેવી રાજ રાજેશ્વરીશ્રી બહુચર માતાજીના મંદિરે આજરોજ સવંત ૨૦૮૨ ના આસોસુદ-૮ ને સોમવાર તા.૧૯/૧૦/૨૦૨૬ ના રૉજ થરા સ્ટેટમાજી રાજવી પરિવાર વતી જોષી જગદીશકુમાર બળદેવભાઈ,જોષી જીગ્નેશકુમાર કિર્તીલાલના યજમાનપદે યજ્ઞના આચાર્ય પંડિત રમેશભાઈ જોષીના મુખારવિંદે શાસ્ત્રોક્તવિધિ વિધાનથી મંત્રોચ્ચાંર સાથે બપોરે ૩ કલાક સુધી નગરદેવીશ્રી બહુચર માતાજીનો યજ્ઞ યોજાયો હતો.બપોરે ૩.૧૫ કલાકે નાળિયેર હોમી થરા સ્ટેટ માજીરાજવી પરિવાર દ્વારા આરતી ઉતારેલ આ પ્રસંગે માજી રાજવી પરિવાર ના યશપાલસિંહ વાઘેલા, પૃથ્વીરાજસિંહ વાઘેલાના વરદ હસ્તે બપોરે ૧૨.૩૯ કલાકે માતાજી ને ધ્વજા રોહણ કરવામાં આવેલ. નવરાત્રિના નવેનવ દિવસે ચંદ્રેશ સોની, ભુપેન્દ્રભાઈ સોની,ગૌરવ સોની,હર્ષદ સોની (ભાણો) ચારેય મિત્રો ના વરદ હસ્તે માતાજીની “આંગી”પુરવામાં આવેલ. રાજવી પરિવાર સહીત શ્રી માઈ મંડળના રાજુભાઈ સોની, ગૌરાંગભાઈ સોની, જોઈતાભાઈ પ્રજાપતિ, હરિભાઈ સોની, જશુભાઈ પ્રજાપતિ, દિનેશભાઈ સોની અલ્પેશભાઈ પ્રજાપતિ, માસુક પ્રજાપતિ સહીત વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહ્યા હતા.*
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦











