પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા
શહેરા : પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં વિજયાદશમી એટલે કે દશેરાના પાવન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નવરાત્રિના નવ દિવસ પૂર્ણ થયા બાદ દશેરાના પર્વને લઈને શહેરાની વિવિધ ફરસાણની દુકાનોમાં સવારથી જ ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી.
દશેરાના પર્વની પરંપરા મુજબ લોકોએ ફાફડા, જલેબી અને ચોરાફળીની મનભરીને ખરીદી કરી હતી. પરિવારજનો સાથે મનપસંદ ફરસાણની મોજ માણીને લોકોએ તહેવારની ખુશીઓ વહેંચી હતી. શહેરાના બજારોમાં પણ તહેવારને લઈને ભારે ચહલપહલ જોવા મળી હતી.
બીજી તરફ, મોંઘવારીની અસર હોવા છતાં લોકોએ વર્ષોની પરંપરા જાળવી રાખીને ઉત્સાહપૂર્વક ફરસાણની ખરીદી કરી હતી. દશેરાના પર્વે ફરસાણના વેપારીઓને ત્યાં ગ્રાહકોની અવરજવર વધતાં બજારોમાં તહેવારનો માહોલ છવાયો હતો.
આમ, શહેરા નગરમાં લોકોએ હર્ષોલ્લાસ સાથે વિજયાદશમીના પાવન પર્વની ઉજવણી કરી હતી.










