ITI જૂનાગઢ ખાતે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા નશામુક્તિ સેમિનાર યોજાયો

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) જૂનાગઢ ખાતે આચાર્ય ભગીરથસિંહ જાળીયા તથા આચાર્ય પ્રિયેશ વાળાના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસના એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF), સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલવે, રાજકોટ વિભાગ જૂનાગઢના સહયોગથી તાલીમાર્થીઓ માટે નશામુક્તિ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ભવનાથ જૂનાગઢ સ્થિત સી.આઈ.ડી. કચેરીના ANTF અધિકારી એલ. એ. ભુતિયા દ્વારા તાલીમાર્થીઓને નશીલા પદાર્થોના સેવનથી થતા ગંભીર નુકસાન અને વ્યસનમુક્ત જીવનના મહત્વ વિશે વિસ્તૃત સમજ પૂરી પાડવામાં આવી હતી. સેમિનાર દરમિયાન તેમણે જણાવ્યું હતું કે નશાની લત વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવાની સાથે પારિવારિક સુખ-શાંતિ છીનવી લે છે. યુવાનોએ કોઈપણ પ્રકારના દબાણ કે લાલચમાં આવ્યા વિના સકારાત્મક અભિગમ કેળવી પોતાના ઉજ્જવળ ભવિષ્ય તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
ITI જૂનાગઢના તાલીમાર્થીઓએ આ સત્રમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. યુવાપેઢી વ્યસનના રવાડે ન ચડે અને સ્વસ્થ તથા સશક્ત સમાજના નિર્માણમાં સક્રિય યોગદાન આપે તે હેતુથી આયોજિત આ કાર્યક્રમના અંતે તાલીમાર્થીઓને નશીલા પદાર્થોથી દૂર રહેવા તેમજ પોતાના પરિચિતોને પણ નશામુક્ત જીવન જીવવા પ્રેરિત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો