અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસાની બાગે નિશાદ સોસાયટીમાં જુગાર પર પોલીસની રેડ, ₹ 5.07 લાખનો મુદ્દામાલ જપ્ત
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં બાગે નિશાદ સોસાયટી ખાતે ખુલ્લી જગ્યામાં તીન પત્તીનો હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે મોડાસા ટાઉન પોલીસે દરોડો પાડી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે રોકડ રકમ, છ ટુ-વ્હીલર અને ત્રણ મોબાઇલ ફોન સહિત કુલ ₹5,07,350નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે કુલ 13 આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસની વિગતો અનુસાર, નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા અને મોડાસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. વાઘેલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગેરકાયદે જુગારની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.મોડાસા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એસ. મલેક અને તેમની ટીમ નવરાત્રી બંદોબસ્ત દરમિયાન પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ સતિશકુમાર દીપસિંહને બાતમી મળી હતી કે બાગે નિશાદ સોસાયટીમાં એક મકાનની પાછળ આવેલી ખુલ્લી ગેલેરીમાં કેટલાક ઇસમો પત્તાં વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે.
મોડાસા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એસ. મલેક અને તેમની ટીમ નવરાત્રી બંદોબસ્ત દરમિયાન પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ સતિશકુમાર દીપસિંહને બાતમી મળી હતી કે બાગે નિશાદ સોસાયટીમાં એક મકાનની પાછળ આવેલી ખુલ્લી ગેલેરીમાં કેટલાક ઇસમો પત્તાં વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે.
બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતાં ત્યાં કેટલાક ઇસમો કુંડાળું વળીને બેઠા હતા. પોલીસને જોઈને તેઓ ભાગવા લાગ્યા હતા, જેમાંથી ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પકડાયેલા શખ્સોની ઓળખ મોહસીનખાન આબીદખાન પઠાણ, ફારૂકભાઈ યુસુફમિયાં ચૌહાણ અને નાજીમભાઈ રફીકભાઈ શેખ તરીકે થઈ છે. ત્રણેય મોડાસાના રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું છે.
પોલીસે સ્થળ પરથી અને દાવ ઉપરથી ₹ 17,350ની રોકડ રકમ, છ મોટરસાઇકલ-એક્ટિવા અને ત્રણ મોબાઇલ ફોન મળી કુલ ₹ 5,07,350નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા શખ્સોની પૂછપરછ દરમિયાન અન્ય લોકો પણ જુગાર રમવા આવ્યા હોવાનું સામે આવ્યું હતું.આ મામલે કુલ 13 આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મોડાસા ટાઉન પોલીસે જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.








