ડાંગ જિલ્લાનાં આહવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ સ્મૃતિ દિવસની ભાવસભર ઉજવણી

શહીદ પોલીસ જવાનોના શૌર્ય, કર્તવ્યનિષ્ઠા અને રાષ્ટ્રસેવાને ભાવભીની શ્રદ્ધાંજલિ

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના આહવા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બુધવારે “પોલીસ સ્મૃતિ દિવસ-૨૦૨૬” નિમિત્તે શહીદ પોલીસ જવાનોની સ્મૃતિમાં ભાવસભર કાર્યક્રમ યોજાયો હતો. દેશની સુરક્ષા અને ફરજના પાલન દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનાર વીર પોલીસ જવાનોના શૌર્ય, કર્તવ્યનિષ્ઠા અને રાષ્ટ્રસેવાને યાદ કરી ઉપસ્થિત મહાનુભાવોએ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

(ડાંગ માહિતી બ્યુરો) દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ ગામીત, જિલ્લા પોલીસ વડા સુશ્રી પૂજા યાદવ સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન દેશની આંતરિક સુરક્ષા જાળવવા અને નાગરિકોની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપનાર શહીદ પોલીસ જવાનોની વીરગાથાને સ્મરણ કરવામાં આવી હતી. પોલીસ જવાનોની નિષ્ઠા, હિંમત અને દેશપ્રેમને બિરદાવતાં ઉપસ્થિત મહાનુભાવોએ શહીદોના બલિદાનને રાષ્ટ્ર માટેની અમૂલ્ય પ્રેરણા ગણાવી હતી.

પોલીસ સ્મૃતિ દિવસ એ માત્ર શહીદોને યાદ કરવાનો પ્રસંગ નથી, પરંતુ દેશની સુરક્ષા માટે સતત ફરજ બજાવતા પોલીસકર્મીઓના સમર્પણ, સાહસ અને જવાબદારી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર પણ છે. આહવા ખાતે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા શહીદ જવાનોની સ્મૃતિને વંદન કરી તેમની રાષ્ટ્રસેવાની ભાવનાને જીવંત રાખવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો