કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કપરાડા ખાતે કૃષિ વૈવિધ્યકરણ યોજના (રવિ ઋતુ) અંતર્ગત આદિજાતિ ખેડૂતોને બિયારણ અને ખાતરનું વિતરણ કરાયું

ચંદ્રવદન બી મકવાણા

વલસાડ જિલ્લાના કપરાડા ખાતે રવિ ઋતુ માટે કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને આદિજાતિ ખેડૂત લાભાર્થીઓને બિયારણ અને ખાતર વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગેમહાનુભાવોએ ઉપસ્થિત રહીને ખેડૂતો સાથે સીધો અને હકારાત્મક સંવાદ સાધ્યો હતો.

જી.એફ.એસ.સી. એટ્રોટેક લિ. દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આદિજાતિ વિસ્તારના શ્રમજીવી ખેડૂતોને ખેતીમાટે જરૂરી ગુણવત્તાયુક્ત સાધનસામગ્રી ઉપલબ્ધ કરાવવાનો છે. આ સહાય થકી ખેડૂતોની ખેતીને વધુ સમૃદ્ધ, વૈવિધ્યસભર અનેઉત્પાદનક્ષમ બનાવવાની દિશામાં એક સાર્થક પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને સમયસર બિયારણ અને ખાતર મળી રહે, તેમના કૃષિઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થાય અને સરવાળે તેમની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બને તે દિશામાં રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલછે. આદિજાતિ ખેડૂતોના આર્થિક અને સામાજિક ઉત્કર્ષ માટે સરકારની આ યોજના આશીર્વાદરૂપ સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્તકરવામાં આવ્યો હતો.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો