સાઉદી અરબમાં એક મસ્જિદમાં કિસ કરવા બદલ બાંગ્લાદેશી દંપતીને મૃત્યુદંડ અપાયો.

રિયાદ : સાઉદી અરબમાં એક અમાનવીય ઘટના સામે આવી છે જેને લઇને બાંગ્લાદેશમાં રોષ વધી રહ્યો છે. સાઉદીમાં એક મસ્જિદમાં એક મુસ્લિમ કપલે કિસ કર્યું હતું, આટલી સામાન્ય બાબતમાં આ કપલની ધરપકડ કરીને ચુપચાપ તેમની સામે કેસ ચલાવાયો અને મૃત્યુદંડની સજા આપવામાં આવી. એટલુ જ નહીં ગુપ્ત રીતે આ સજાનો અમલ પણ કરાયો અને કપલને મૃત્યુદંડ આપી જીવ લઇ લેવાયો.
સાઉદીમાં ગયા વર્ષે ૩૫૬ લોકોને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો, જોકે આ વર્ષનો મૃત્યુદંડવિશ્વભરમાં ચર્ચામાં છે અને ખુદ મુસ્લિમ બહુમત દેશોના લોકો પણ તેની ટીકા કરી રહ્યા છે. નઝરુલ ઇસ્લામ અબ્દુલ બશીર અને સીતી અખ્તર બન્નેને સાઉદીની એક મસ્જિદમાં કિસ કરતા ઝડપી લેવાયા હતા. બાદમાં બન્નેની વિરુદ્ધમાં કોઇ વિશેષ ટ્રાયલ ચલાવ્યા વગર જ કાર્યવાહી કરવામાં આવી. બાંગ્લાદેશનુ આ કપલ પોતાનો પક્ષ ના રજુ કરી શક્યું અને એક તરફી ચુકાદો આપીને બન્નેને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી.
આશ્ચર્યની વાત એ છે કે સાઉદીએ સજા કેમ આપી, કઇ મસ્જિદમાં બન્ને પકડાયા હતા સહિતની કોઇ જ વિગતો જાહેર નથી કરી. માત્ર એટલુ જ કહેવામાં આવ્યું હતું કે બન્ને એક મસ્જિદમાં અનૈતિક કૃત્ય કરતા ઝડપાયા હતા. બાંગ્લાદેશના બન્ને નાગરિકોની ધરપકડથી લઇને મૃત્યુદંડની સજા સહિતની માહિતી ગુુપ્ત રાખવામાં આવી હતી, બાંગ્લાદેશને પણ તેની કોઇ જ જાણકારી આપવામાં નહોતી આવી. જેને કારણે હાલ બાંગ્લાદેશમાં નાગરિકોમાં સાઉદીની આ અમાનવીય સજાને લઇને રોષ જોવા મળી રહ્યો છે. યુવક ૨૦૨૨માં જ કામની શોધખોળમાં સાઉદી ગયો હતો. પરિવારના લોકોને સજા અપાઇ ત્યારે જાણ કરાઇ હતી, આ સમાચાર સાંભળતા જ યુવકની કાકી બેભાન થઇ ગઇ જેનું બાદમાં મોત નિપજ્યું હતું. સાઉદીમાં જેમને પણ મૃત્યુદંડ આપવામાં આવે છે તેમાં ૪૮ ટકા જેટલા વિદેશી નાગરિકો હોય છે. સાઉદીમાં મોટાભાગના લોકોનું માથુ કાપીને સજા આપવામાં આવે છે સાથે જ ગોળીબાર કરીને પણ મૃત્યુદંડ અપાય છે જે બહુ જ પિડાદાયક માનવામાં આવે છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો