તા.૨૧.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:લીમખેડા સ્થિત રામજી મંદિર સમાજવાડીમાં મરણ પ્રસંગે ભાડું વસૂલવાની નીતિ સામે સ્થાનિકોમાં વિરોધનો સૂર ઊઠ્યો
દાહોદ જિલ્લાના લીમખેડામાં આવેલી રામજી મંદિરની સમાજવાડીમાં મરણ પ્રસંગે ભાડું વસૂલવાના મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ અહીં ધાર્મિક તેમજ મરણ પ્રસંગો માટે સમાજવાડી નિઃશુલ્ક આપવામાં આવતી હતી. પરંતુ હવે બારમા અને તેરમાના વિધિ-કાર્યક્રમ માટે પ્રતિ દિવસ ₹2,000 લેખે બે દિવસના કુલ ₹4,000 વસૂલવામાં આવી રહ્યા છે. સરકારી ગ્રાન્ટમાંથી બનેલી આ સમાજવાડીમાં મરણ પ્રસંગે લેવાતું આ ભાડું તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી લોકમાગ ઊઠી છે.અગાઉ અહીં કોઈપણ ધાર્મિક કે મરણ પ્રસંગે સમાજવાડીનો ઉપયોગ કરવા માટે ભાડું લેવામાં આવતું ન હતું. પરંતુ વર્તમાન સંચાલકો દ્વારા મરણના બારમા અને તેરમાના કાર્યક્રમ માટે રોજના ₹2,000 લેખે બે દિવસના ₹4,000 વસૂલવામાં આવી રહ્યા છે, જેની સામે ગ્રામજનોએ આકરો વાંધો ઉઠાવ્યો છે.સ્થાનિકોનું કહેવું છે કે આ સમાજવાડીના બાંધકામમાં સાંસદ જશવંતસિંહ ભાભોરની ગ્રાન્ટનો ઉપયોગ થયો છે, તેમજ વાડીમાં બ્લોક બેસાડવાનું કામ પણ સરકારી ગ્રાન્ટમાંથી જ કરવામાં આવ્યું છે. આમ, પ્રજાના પૈસે બનેલી સુવિધામાં દુઃખના સમયે ભાડું ઉઘરાવવું અયોગ્ય છે.ગ્રામજનોએ માંગ કરી છે કે રામજી મંદિર સમાજવાડી ટ્રસ્ટ અને મંડળના સંચાલકો આ મામલે તાત્કાલિક યોગ્ય નિર્ણય લે અને અગાઉની જેમ મરણ પ્રસંગે આ સુવિધા પૂરેપૂરી નિઃશુલ્ક પૂરી પાડે









