નવસારીમા રાસલોક ગરબા મહોત્સવમાં ધાર્મિક લાગણી દુભાય તેવી પ્રવૃત્તિના આક્ષેપમાં યુવકની અટકાયત

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી રૂરલ પોલીસની ફરિયાદના આધારે કાયદેસરની તપાસ હાથ ધરાઈ નવરાત્રિ અને દશેરા પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે નવસારી પોલીસ દ્વારા જરૂરી બંદોબસ્ત અને તકેદારીનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. ત્યારે ખામલપોરના ગણદેવી રોડ પર આવેલા ઓમ પાર્ટી પ્લોટમાં યોજાયેલા રાસલોક ગરબા મહોત્સવ દરમિયાન ધાર્મિક લાગણી દુભાય તેવી પ્રવૃત્તિ કરવામાં આવી હોવાની ફરિયાદના આધારે નવસારી રૂરલ પોલીસે એક યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની પ્રેસનોટ મુજબ, તા. ૨૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ રાત્રિના સમયે રાસલોક ગરબા મહોત્સવમાં બનેલી ઘટનાને લઈને નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પ્રાપ્ત થઈ હતી. ફરિયાદમાં મૌસીમ મકબુલ ભટ્ટ (ઉંમર ૩૯ વર્ષ, રહે. નવસારી) વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવ્યો હતો.

ફરિયાદના આધારે નવસારી રૂરલ પોલીસે તપાસ હાથ ધરી આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે.

આ સમગ્ર કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ, સુરત વિભાગ તથા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ અને સંબંધિત પોલીસ અધિકારીઓની સૂચના અનુસાર હાથ ધરવામાં આવી હતી.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો