ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે ચુડેલ પ્રાથમિક શાળાના નવા ત્રણ ઓરડાનું લોકાર્પણ કરાયું

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ચુડેલ ગામે આજે ચુડેલ પ્રાથમિક શાળાના નવા ત્રણ ઓરડાઓના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા અને તાલુકા પંચાયતના પ્રમુખ નયનાબેન રાજેન્દ્રભાઈ રાઠવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોની ઉપસ્થિતિમાં શાળાના નવા ત્રણ ઓરડાઓનું લોકાર્પણ કરી વિદ્યાર્થીઓના ઉપયોગ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. શાળામાં નવા ઓરડાઓની સુવિધા ઉપલબ્ધ થતાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વધુ સારી સુવિધા મળશે તેમજ શાળાના શૈક્ષણિક માળખામાં વધારો થશે. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. શાળાને નવા ઓરડાઓની સુવિધા મળતાં ગ્રામજનોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

રિપોર્ટર તોસીફ ખત્રી

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો