જામનગર જિલ્લામાં રસ્તે રઝળતાં પશુઓના કારણે બે અલગ અકસ્માતમાં બે વ્યક્તિનાં કરુણ મૃત્યુ

જામનગર જિલ્લામાં રસ્તે રઝળતાં પશુઓના કારણે બે અલગ અકસ્માતમાં બે વ્યક્તિનાં કરુણ મૃત્યુ

ચાવડા-અલીયા માર્ગ પર રોઝડું આડું ઉતરતાં કાર પલટી, ૧૮ વર્ષીય યુવતીનું મોત; ખટિયા પાટિયા પાસે આંખલો આડો ઉતરતાં બાઈકચાલક આધેડનું મૃત્યુ

જામનગર

(નયના દવે દ્વારા)

જામનગર તા. ૨૧: જામનગર જિલ્લામાં રસ્તે રઝળતાં પશુઓ વાહનચાલકો માટે જોખમરૂપ બની રહ્યાં છે. જિલ્લામાં અલગ-અલગ બે માર્ગ અકસ્માતમાં રસ્તા પર પશુઓ આડાં ઉતરતાં વાહનચાલકોએ કાબૂ ગુમાવ્યો હતો. આ બંને અકસ્માતમાં એક ૧૮ વર્ષીય યુવતી સહિત બે વ્યક્તિઓનાં મૃત્યુ નીપજ્યાં હતાં, જ્યારે એક મહિલાને ઈજા થઈ હતી.
પ્રથમ બનાવમાં જામનગર જિલ્લાના ચાવડા ગામથી અલીયા ગામ તરફ જતા માર્ગ પર તા. ૨૦ ઑક્ટોબરના રોજ સવારે આશરે ૮:૩૦ વાગ્યે કારની આડે રોઝડું ઉતરતાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે કાર પલટી ખાઈ ગઈ હતી. આ કારમાં સવાર અંજલી (ઉં.વ. ૧૮)ને માથા સહિત શરીરે ગંભીર ઈજાઓ થતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા ભુપતભાઈ વઢરૂકીયાની ફરિયાદના આધારે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કારચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
બીજા બનાવમાં જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર ખટિયા ગામના પાટિયા પાસે તા. ૨૦ ઑક્ટોબરના રોજ સવારે આશરે ૧૦:૩૦ વાગ્યે મોટરસાઇકલની આડે આખલો ઉતરતાં ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. મોટરસાઇકલ સાથે રસ્તા પર પટકાતાં કારાભાઈ કાનાભાઈ ખરા (ઉં.વ. ૬૫)ને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. તેમની સાથે મોટરસાઇકલ પર સવાર પત્ની ડાઈબેનને પણ ઈજાઓ થઈ હતી. આ બનાવ અંગે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં અકુદરતી મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આમ, રસ્તા પર રખડતાં પશુઓ અચાનક વાહનોની આડે ઉતરતાં સર્જાયેલા બે અલગ અકસ્માતમાં બે વ્યક્તિઓનાં મૃત્યુથી માર્ગ સલામતી અને રખડતાં પશુઓની સમસ્યા ફરી ચર્ચામાં આવી છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો