WAKANER વાંકાનેર સિવિલ હોસ્પિટલની કથળેલી સ્થિતિ સામે AAP મેદાનમાં: કાયમી તબીબો નહીં મુકાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

WAKANER વાંકાનેર સિવિલ હોસ્પિટલની કથળેલી સ્થિતિ સામે AAP મેદાનમાં: કાયમી તબીબો નહીં મુકાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

વાંકાનેર સરકારી સિવિલ હોસ્પિટલમાં કાયમી તબીબોની ભારે અછત અને કથળેલી આરોગ્ય સેવાઓને કારણે સામાન્ય અને ગરીબ દર્દીઓની હાલત રામભરોસે બની છે. આરોગ્ય તંત્રની લાપરવાહી સામે સ્થાનિક સ્તરે પ્રજામાં ભારે રોષ ફેલાયો છે, ત્યારે આમ આદમી પાર્ટી (AAP) એ આ મામલે સીધો મોરચો ખોલ્યો છે.

આમ આદમી પાર્ટીના વાંકાનેર વિધાનસભા સંગઠન મંત્રી અર્જુનસિંહ વાળાએ સોશિયલ મીડિયા પર એક વિડિયો જાહેર કરીને હોસ્પિટલની વાસ્તવિક દશા રજૂ કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે હોસ્પિટલમાં નિષ્ણાત અને કાયમી ડૉક્ટરો ન હોવાને કારણે દૂર-સુદૂરથી સારવાર માટે આવતા દર્દીઓને હાલાકી વેઠવી પડે છે અને ગંભીર દર્દીઓને અન્ય શહેરોમાં દોડવું પડે છે.

તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા અર્જુનસિંહ વાળાએ કડક શબ્દોમાં અલ્ટીમેટમ આપ્યું છે કે જો આરોગ્ય વિભાગ દ્વારા વહેલી તકે સિવિલ હોસ્પિટલમાં કાયમી તબીબોની નિમણૂક કરવામાં નહીં આવે, તો આમ આદમી પાર્ટી દ્વારા સિવિલ હોસ્પિટલ પરિસરમાં ઉગ્ર ધરણાં પ્રદર્શન અને જનઆંદોલન છેડવામાં આવશે.

આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને હવે તંત્ર ક્યારે જાગે છે તેના પર સૌની નજર ટકેલી છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો