પાલનપુરમાં દિવ્યાંગ નવરાત્રી મહોત્સવ યોજાયો ગુજરાતભરના દિવ્યાંગ યુવાનો ગરબે ઘૂમ્યા, 400 જેટલા દિવ્યાંગજનોને લહાણી અપાઈ

22 ઓક્ટોમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુર: દિવ્યાંગ સેવા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ, પાલનપુર દ્વારા આયોજિત 11મા દિવ્યાંગ નવરાત્રી મહોત્સવનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં બનાસકાંઠા સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં દિવ્યાંગ યુવક-યુવતીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને ગરબાની રમઝટ સાથે આનંદની લાગણી અનુભવી હતી.ટ્રસ્ટના પ્રમુખ બકુલચંદ્ર પરમાર, મંત્રી કપિલભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ કમલેશભાઈ પટેલ, ખજાનચી ભરતભાઈ પરમાર, ભૂપેન્દ્રભાઈ રાઠોડ, પરબતજી રાયપરા સહિત સમગ્ર કારોબારી સમિતિ દ્વારા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, નગરપાલિકા પ્રમુખ સુનીતાબેન પટેલ, ઉપપ્રમુખ દશરથસિંહ સોલંકી, ડૉ. સુરેન્દ્ર ગુપ્તા, જગદીશભાઈ પટેલ, સામાજિક કાર્યકર હિતેશભાઈ કુશકલ, પ્રકાશભાઈ કુશકલ (રેડિયન્ટ ઇવેન્ટ, પાલનપુર), શ્રી ઉમા અંબાજી પગપાળા સંઘ, પ્રભુસેવા મંડળ, લક્ષ્મીપુરા, મહેશભાઈ બારોટ, સ્વસ્તિક બિટ્સ સહિતના મહાનુભાવો અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દિવ્યાંગજનો સાથે ગરબે ઘૂમીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
ગુજરાતના જાણીતા કલાકારો પ્રકાશ બારોટ, જીગર ઠાકોર, ચિરાગ રાવલ, કમલા પ્રજાપતિ, સંજય પ્રજાપતિ અને સંજય નાયક સહિત બનાસકાંઠાના સોશિયલ મીડિયા ક્રિએટર્સે પણ હાજરી આપી હતી. ગુજરાતભરના વિવિધ દિવ્યાંગ સંગઠનોના પ્રમુખો અને પ્રતિનિધિઓએ પણ મહોત્સવમાં ભાગ લીધો હતો.દિવ્યાંગજનોને આનંદ, ઉત્સાહ અને સમાનતાની અનુભૂતિ કરાવવાના ઉમદા હેતુથી યોજાયેલા આ મહોત્સવમાં સામાજિક કાર્યકર હિતેશભાઈ કુશકલ, પ્રકાશભાઈ કુશકલ (રેડિયન્ટ ઇવેન્ટ, પાલનપુર) તથા નરુભા ઠાકોરના સહયોગથી આશરે 400 દિવ્યાંગજનોને લહાણીનું વિતરણ કરવામાં આવ્યુ.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો