ફરજ નિભાવતા શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ:જીલ્લા પોલીસ દ્વારા પોલીસ સંભારણા દિવસે શહીદોની યાદમાં વિશેષ કાર્યક્રમનું આયોજન.

તારીખ ૨૨/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

તારીખ ૨૧/૧૦/૨૦૨૬ ના રોજ પોલીસ હેડ કવાર્ટર પરેડ ગ્રાઉન્ડ ખાતે ‘પોલીસ સંભારણા દિવસ’ નિમિત્તે વિશેષ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. દેશની આંતરિક સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોતાની ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા અમર પોલીસ શહીદોને આ પ્રસંગે યાદ કરવામાં આવ્યા હતા.

આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાત દ્વારા શહીદ સ્મારક ખાતે પુષ્પચક્ર અર્પણ કરીને વીર શહીદોને સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત તમામ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને સ્થાનીક નાગરિકોએ શહીદોની સ્મૃતિમાં બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

આ પ્રસંગે “દેશની સુરક્ષા અને શાંતિ માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર પોલીસ જવાનોનું બલિદાન ક્યારેય એળે નહીં જાય. ૨૧ ઓક્ટોબર ૧૯૫૯ ના રોજ લદ્દાખના હોટ સ્પ્રિંગ્સ ખાતે ચીની સૈન્ય સામે લડતા શહીદ થયેલા સી.આર.પી.એફ.ના જવાનોની યાદમાં આ દિવસ ઉજવાય છે. આ વીરોની ત્યાગ ભાવના અને ફરજ સમગ્ર પોલીસ દળ માટે હંમેશા પ્રેરણારૂપ રહેશે.”

આ વર્ષે દેશભરમાં ફરજ દરમિયાન શહીદ થયેલા તમામ પોલીસ જવાનોના નામોનું પઠન કરીને તેમનો આદરપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે શહીદ પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

કામધેનુ વિશ્વવિદ્યાલયના કુલપતિશ્રી ડૉ. પી. એચ. ટાંકની પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જૂનાગઢની મુલાકાત : સૌરાષ્ટ્ર ઝોનલ કચેરીનું ઉદ્ઘાટન અને વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓની સમીક્ષા

Horoscope

Weather

વધુ વાંચો

કામધેનુ વિશ્વવિદ્યાલયના કુલપતિશ્રી ડૉ. પી. એચ. ટાંકની પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જૂનાગઢની મુલાકાત : સૌરાષ્ટ્ર ઝોનલ કચેરીનું ઉદ્ઘાટન અને વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓની સમીક્ષા

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો