સાસરીયાના ત્રાસથી કંટાળેલી પરિણીતાની મદદે આવી ૧૮૧ ની ટીમ: કાઉન્સેલિંગ કરી દીકરીને હેમખેમ પિયર મોકલાઈ

સાસરીયાના ત્રાસથી કંટાળેલી પરિણીતાની મદદે આવી ૧૮૧ ની ટીમ: કાઉન્સેલિંગ કરી દીકરીને હેમખેમ પિયર મોકલાઈ લગ્નના પાંચ વર્ષ બાદ પણ સાસરી પક્ષ દ્વારા થતી શારીરિક-માનસિક હેરાનગતિ અને ઝઘડાની વચ્ચે, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે સમયસર સ્થળ પર પહોંચીને એક પીડિત મહિલાની મદદ કરી છે. ભૂતકાળમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરી ચૂકેલી આ પરિણીતાને સાસરીયાઓ પિયર મોકલવા તૈયાર નહોતા, પરંતુ અભયમ ટીમના સચોટ કાઉન્સેલિંગ બાદ મામલો થાળે પડ્યો હતો અને મહિલાને તેના માતા-પિતા સાથે હેમખેમ રવાના કરવામાં આવી હતી.મળતી માહિતી મુજબ, એક ચિંતાતુર માતાએ ૧૮૧ અભયમ હેલ્પલાઇન પર કોલ કરીને મદદ માંગી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેમની દીકરીના લગ્ન પાંચ વર્ષ પહેલાં થયા હતા. લગ્નજીવનના આટલા વર્ષો પછી પણ સાસરી પક્ષ તરફથી દીકરીને અવારનવાર નાની-નાની બાબતોમાં હેરાનગતિ કરવામાં આવતી હતી અને મારઝૂડ કરવામાં આવતી હતી. સાસરીયાના આ અસહ્ય ત્રાસથી કંટાળીને દીકરીએ અગાઉ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.આજે જ્યારે દીકરીની ગંભીર પરિસ્થિતિ જોઈને તેના માતા-પિતા તેને પોતાના ઘરે (પિયર) તેડવા માટે આવ્યા, ત્યારે સાસરી પક્ષના લોકોએ ઉગ્ર ઝઘડો શરૂ કર્યો હતો અને દીકરીને મોકલવાની સાફ ના પાડી દીધી હતી. મામલો બિચકતાં જ માતાએ તાત્કાલિક ૧૮૧ની મદદ લીધી હતી.કોલ મળતા જ ૧૮૧ અભયમ ટીમના કાઉન્સેલર અંજલી ભોયે, મહિલા પોલીસ ભરમીબેન ઓડેદરા અને પાયલોટ મનોજભાઈ વારસુર ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે દોડી ગયા હતા. ટીમે પીડિત મહિલાને શાંત પાડી તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. મહિલાએ રડતા રડતા હકીકત જણાવી હતી કે તેના પતિ અને નણંદ દ્વારા તેની સાથે નિર્દયતા પુર્વક મારપીટ કરવામાં આવી છે અને તે હવે કોઈપણ સંજોગોમાં અહીં રહેવા માંગતી નથી, તેને પોતાના માં-બાપ સાથે પિયર જવું છે. એમ જણાવતા.ત્યારબાદ, કાઉન્સેલર અંજલી ભોયે અને મહિલા પોલીસ ભરમીબેન ઓડેદરાએ કાયદાકીય જોગવાઈઓ સમજાવીને મહિલાના પતિ અને સાસરી પક્ષના અન્ય સભ્યો સાથે કડક અને સમજાવટ ભર્યું કાઉન્સેલિંગ કર્યું હતું. આખરે સાસરી પક્ષ પોતાની ભૂલ સમજી શાંત પડ્યો હતો. મહિલા પોતાની સુરક્ષા અને ઈચ્છા અનુસાર માતા-પિતા સાથે પિયર જવા માંગતી હોવાથી, ૧૮૧ ની ટીમે તેને હેમખેમ તેના માં-બાપ સાથે વિદાય કરી હતી. મુશ્કેલ સમયમાં ત્વરિત મદદ કરવા બદલ પીડિતાના પરિવારજનોએ ૧૮૧ અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો