ત્રણ ઈસમો ત્રણ એક્સેસ મોપેડ પર દારૂની હેરાફેરી કરતા ઝડપાયા; 1,488 બોટલ સહિત કુલ ₹4,80,072નો મુદ્દામાલ કબજે

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી સામે કાર્યવાહી હાથ ધરી અલ્હાદપુરા નર્મદા કેનાલ પાસે વાહન ચેકિંગ દરમિયાન ત્રણ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની-મોટી કુલ 1,488 બોટલ, ત્રણ એક્સેસ મોપેડ અને ત્રણ મોબાઇલ ફોન સહિત કુલ ₹4,80,072નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

 

વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ, છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી આઈ.જી. શેખ તથા બોડેલી ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી હર્ષ શર્માની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે પોલીસને અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી.

 

આ સૂચનાના અનુસંધાને બોડેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.એસ. બરંડાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ.આર. પ્રજાપતિ તથા પોલીસ સ્ટાફ બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન અલ્હાદપુરા નર્મદા કેનાલ પાસે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન ત્રણ એક્સેસ મોપેડ પર આગળના ભાગે કાળા કાપડમાં ખાખી પૂંઠાની પેટીઓમાં વિદેશી દારૂ લઈ જતા ત્રણ ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા.

 

પોલીસે પકડેલા આરોપીઓમાં પંકજ સુરબાન બારિયા (ઉં.વ. 19), રહે. ઘુટી ખેડા ફળિયું, ઝાડોલી ફળિયું, તાલુકો કઠ્ઠીવાડા, જિલ્લો અલીરાજપુર; મહેશ હસલા તોમર (ઉં.વ. 19) તથા ગોરધન મનસિંગ તોમર (ઉં.વ. 38), બંને રહે. હોળી ફળિયું, ઝાડોલી ફળિયું, તાલુકો કઠ્ઠીવાડા, જિલ્લો અલીરાજપુરનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન તેમની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 1,488 બોટલ, જેની કિંમત ₹3,45,072 થાય છે, ઉપરાંત ₹1,20,000ની કિંમતનાં ત્રણ એક્સેસ મોપેડ અને ₹15,000ની કિંમતના ત્રણ મોબાઇલ ફોન મળી આવ્યા હતા. આમ, પોલીસે કુલ ₹4,80,072નો મુદ્દામાલ કબજે કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર તોસીફ ખત્રી

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો