ડાંગ જિલ્લાના આહવામાં ‘વિકસિત ભારત સંકલ્પ સેવા ચોક’નું અનાવરણ કરાયો….

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

સાંસદ ધવલભાઈ પટેલ અને નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું

આહવા, તા. ૨૨ ઓક્ટોબર: ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલા શહીદ સ્મારક પરિસરમાં દેશના અમર શહીદ જવાનોના સ્મરણાર્થે નવનિર્મિત **‘વિકસિત ભારત સંકલ્પ સેવા ચોક’**નું વિધિવત અનાવરણ કરવામાં આવ્યું હતું. વલસાડ-ડાંગ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તથા ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ગામિત સહિતના મહાનુભાવોના હસ્તે આ ચોકને લોકસેવા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા અને સુશાસનના કાર્યકાળના ઉપલક્ષ્યમાં તેમજ રાષ્ટ્રસેવાના સંકલ્પને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. ગત તા. ૭ ઓક્ટોબરના રોજ આહવા ખાતે યોજાયેલી ‘સેવા જ્યોતિ યાત્રા’ની પૃષ્ઠભૂમિમાં આ ચોકનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

શહીદ સ્મારક પરિસરમાં નિર્મિત આ સેવા ચોક દેશની રક્ષા માટે સર્વસ્વ અર્પણ કરનારા વીર જવાનોના બલિદાનને યાદ કરવાનો અને રાષ્ટ્રસેવા તથા જનસેવાના સંકલ્પને જીવંત રાખવાનો સંદેશ આપે છે.

આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ઉષાબેન પટેલ, આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરિરામભાઈ સાવંત, ડાંગ જિલ્લા ભાજપ પ્રભારી શિલ્પેશભાઈ દેસાઈ, પ્રાંત અધિકારી યુ.વી. પટેલ, કાર્યપાલક ઇજનેર કેતન કુંકણા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આમ, આહવા ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ સેવા ચોક’ના અનાવરણ સાથે શહીદોના બલિદાનને વંદન કરવાની સાથે રાષ્ટ્રસેવા અને સુશાસનના સંકલ્પને ઉજાગર કરવામાં આવ્યો હતો.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો