કેશોદમાં થનગનાટ નવરાત્રી મહોત્સવ–2026નું શાનદાર સમાપન, મેગા ફાઇનલમાં ઇનામોની વણઝાર, બાઇકથી લઈને સોના-ચાંદી સુધીનાં આકર્ષક ઇનામો જીતવાની ખેલૈયાઓને મળી તક

કેશોદમાં સિલ્વર જવેલર્સ મિહિર જ્વેલર્સ પ્રસ્તુત થનગનાટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભવ્ય નવરાત્રી મહોત્સવ–2026નું શાંતિપૂર્ણ માહોલમાં યાદગાર સમાપન થયું હતું. નવરાત્રીના નવ દિવસ દરમિયાન ભક્તિ, શક્તિ, સંસ્કૃતિ, ગરબા અને મનોરંજનના અનોખા સંગમ સમાન આ મહોત્સવે કેશોદવાસીઓના દિલ જીતી લીધાં હતાં. સમગ્ર નવરાત્રી દરમિયાન થનગનાટ મહોત્સવ ખેલૈયાઓ અને દર્શકો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યો હતો. નવ દિવસ સુધી ગરબાનો રંગ, ખેલૈયાઓનો ઉત્સાહ અને દર્શકોની ભારે હાજરી થનગનાટ ચેરિટેબલ ટ્રસ્ટના આયોજન હેઠળ નવરાત્રીના નવેય નોરતે ગરબાના તાલે ખેલૈયાઓ ઝૂમી ઊઠ્યા હતા. પરંપરાગત ગરબા અને માતાજીની આરાધનાની સાથે બાળકો માટે વિશેષ મનોરંજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરિવાર સાથે નવરાત્રીનો આનંદ માણી શકાય તેવા માહોલને કારણે આ મહોત્સવ કેશોદના લોકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતું. રાસ મંડળીથી લઈને જુનિયર બચ્ચન સુધીના કાર્યક્રમોએ વધાર્યું આકર્ષણ નવરાત્રી મહોત્સવ દરમિયાન રાસ મંડળી સહિત જુનિયર બચ્ચન જેવા કલાકારોના કાર્યક્રમો યોજાયા હતા, જેના કારણે મહોત્સવમાં મનોરંજનનો ઉત્સાહ વધુ જોવા મળ્યો હતો. ગરબા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને કલાકારોની રજૂઆતો સાથે થનગનાટ નવરાત્રી મહોત્સવે ખેલૈયાઓ તથા દર્શકોને યાદગાર અનુભવો આપ્યા હતા. મેગા ફાઇનલમાં બાઇક સહિત સોના-ચાંદીના આકર્ષક ઇનામોનું ખાસ આકર્ષણ મહોત્સહના અંતિમ તબક્કામાં યોજાયેલા મેગા ફાઇનલમાં વિજેતાઓ માટે બાઇક સહિત સોના-ચાંદીના આકર્ષક ઇનામો રાખવામાં આવ્યાં હતાં. ઇનામોની આકર્ષક ભેટો અને નવ દિવસ સુધી જામેલા ઉત્સવના રંગે સમાપનને વધુ યાદગાર બનાવ્યું હતું. કેશોદમાં નવરાત્રીના આયોજનની એક યાદગાર ઓળખ બની થનગનાટ, ભક્તિ સાથે મનોરંજન, પરંપરા સાથે આધુનિક આયોજન અને પરિવાર સાથે ઉત્સવ માણી શકાય તેવા વાતાવરણના સમન્વયથી થનગનાટ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત નવરાત્રી મહોત્સવ–2026 કેશોદવાસીઓ માટે યાદગાર બની રહ્યો હતો. આમ, નવ દિવસ સુધી ઉત્સાહ, ઉમંગ અને ગરબાના રંગે રંગાયેલા કેશોદમાં થનગનાટ નવરાત્રી મહોત્સવ–2026નું શાંતિપૂર્ણ માહોલમાં સમાપન થતાં ઉત્સવની અનેક યાદગાર ક્ષણો પાછળ રહી ગઈ હતી. મહોત્સવે કેશોદની જનતાને ભક્તિ, સંસ્કૃતિ અને મનોરંજનનો અનોખો અનુભવ કરાવ્યો હતો.

 

રિપોર્ટર : – અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો