પ્રાકૃતિક કૃષિ દ્વારા ઓછા પાણીએ શિયાળુ પાકનું ટકાઉ ઉત્પાદન અંગે ખેડૂતોને ભલામણ

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કૃષિ ક્ષેત્રે પાણીની ઉપલબ્ધતા અને તેનો કાર્યક્ષમ ઉપયોગ એ કૃષિ ઉત્પાદન તથા ખેડૂતોની આવક માટે મહત્વનું પરિબળ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં અનિયમિત વરસાદ, ઘટતા ભૂગર્ભજળ સ્તર અને મર્યાદિત સિંચાઈના સ્ત્રોતોને કારણે પિયત પાણીની અછત એક મહત્વપૂર્ણ પડકાર બની રહી છે. તદુપરાંત ચાલુ વર્ષે સમગ્ર દેશમાં અલ-નીનોની અસરને કારણે ચોમાસાની અનિશ્ચિતતાની પરિસ્થિતિને લીધે કૃષિ ક્ષેત્રમાં પાણીની ઉપલબ્ધતા અંગે ચિંતા ઊભી થઇ છે. આવી પરિસ્થિતિમાં ઉપલબ્ધ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરીને ઓછા પાણીએ થતા પાકોનું વાવેતર કરી મહત્તમ ઉત્પાદન મેળવવું એ આ સમયની તાતી જરૂરીયાત છે.વિસ્તરણ શિક્ષણ નિયામક્શ્રીની કચેરી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની યાદીમાં જણાવે છે કે, તાજેતરની પાણીની કટોકટીની પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતીથી ઓછા પાણીમાં પણ પાક ઉગાડી શકાય છે. પ્રાકૃતિક ખેતી જમીનની પાણી ગ્રહણ કરવાની, પાણી સંગ્રહવાની અને પાકને પાણી ઉપલબ્ધ કરાવવાની ક્ષમતામાં સુધારો કરીને પાણીની બચત અને પાણીના ઉપયોગની કાર્યક્ષમતા વધારવામાં મદદ કરે છે. પ્રાકૃતિક ખેતીમાં આચ્છાદન પણ એક અગત્યનું આયામ છે. જે જમીનમાંથી થતુ સીધુ બાષ્પીભવન ઘટાડે છે. જમીનને ઊંચા તાપમાન અને પવનથી રક્ષણ આપે છે. મૂળ વિસ્તારમાં લાંબા સમય સુધી ભેજ જાળવી રાખે છે. પરિણામે સિંચાઈની જરૂરીયાત ઘટાડી શકાય છે.આથી ખેડૂતમિત્રોએ શિયાળુ પાકોમાં આચ્છાદન ચોક્કસપણે અપનાવવું જોઈએ. તદુપરાંત વાપસા (જરૂરીયાત આધારિત સિંચાઈ) પદ્ધતિ અપનાવી બિનજરૂરી સિંચાઈને સીધી રીતે ઘટાડી સિંચાઈના પાણીની ઉત્પાદકતા વધારવા માટે તેમજ મિશ્ર પાક/આંતર પાક, પાક ફેરબદલી વગેરે જેવી પદ્ધતિઓ અપનાવવા માટે પણ ખેડૂતમિત્રોને આથી ભલામણ કરવામાં આવે છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો