ચંદ્રવદન બી મકવાણા
સરકારશ્રીના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં રચાયેલી ટાસ્ક ફોર્સ દ્વારાવલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરઈ, માંડા અને તેની આજુબાજુના વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન તમાકુ કે તમાકુની બનાવટ વેચતા નાના–મોટા પાનના ગલ્લા, પાર્લરના ૨૫ દુકાનદારો અને જાહેરમાં ધૂમ્રપાનકરતા ૦૬ લોકો મળી કુલ ૩૧ કેસ નોંધવામાં આવ્યા હતા, જેમની પાસેથી કુલ રૂપિયા ૬૨૦૦/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને પોલીસ વિભાગની સંયુક્ત સ્ટીયરીંગ કમિટી દ્વારા આકામગીરી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન દુકાનદારોને કલમ–૪ (જાહેરમાં ધૂમ્રપાન કરવા પર પ્રતિબંધ), કલમ–૬(અ) (૧૮વર્ષથી નાની વયની વ્યક્તિને તમાકુના વેચાણ પર પ્રતિબંધ) તથા કલમ–૬(બ) (શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુનાવેચાણ પર પ્રતિબંધ) અંગે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. તેમજ “તમાકુથી કેન્સર થાય છે” તેવી સ્પષ્ટ આરોગ્ય વિષયકચેતવણી વિના તમાકુ અને સિગારેટની અન્ય બનાવટોનું છૂટક વેચાણ ન કરવા ચેતવણી આપવામાં આવી હતી.
આ સઘન કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.કે. સિંહ અને એપેડેમિક મેડીકલ ઓફિસર ડો. મનોજ પટેલનામાર્ગદર્શન હેઠળ ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ (આરોગ્ય વિભાગ), પોલીસ વિભાગમાંથી ડબલ્યુ.પી.સી. લીલાબેન એસ. વસાવા, ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાંથી જે.કે. ચૌધરી અને જિલ્લા ટોબેકો સેલમાંથી કાઉન્સેલર એસ.ઝેડ. બાગુલ, સોશિયલ વર્કર શ્રી એ.એ. પટેલ અને ટી.એમ.પી.એચ.એસ. શશિકાંત માલવિયા દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. એમ નોડલ ઓફિસર (ટોબેકોકંટ્રોલ) –વ– મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, વલસાડ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.











