દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ ‘દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના’ અંતર્ગત આધાર વેરિફિકેશન કરાવવું ફરજિયાત

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

વર્ષ ૨૦૨૬-૨૭ ના પ્રથમ હપ્તાનો લાભ મેળવવા તમામ જૂના લાભાર્થીઓએ ikhedut 2.0 પોર્ટલ ઉપર નવું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે

માંડવી,તા-૨૨ ઓક્ટોબર : રાજ્ય સરકાર દ્વારા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ આપવાની યોજના અમલમાં છે. કચ્છ જિલ્લાના આ ‘દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના’ના લાભાર્થીઓને જણાવવાનું કે જે ખેડૂતોની અરજીઓ વર્ષ ૨૦૨૦-૨૧, ૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩ દરમિયાન જૂના ikhedut 1.0 પોર્ટલ પર મંજૂર થઈ છે અને માર્ચ-૨૦૨૬ સુધી આ યોજનાનો લાભ મળ્યો છે, તેમણે આગળની પ્રક્રિયા કરવાની રહેશે. વર્ષ ૨૦૨૬-૨૭ માં એપ્રિલ-૨૬ થી સપ્ટેમ્બર-૨૬ સુધીના (પ્રથમ હપ્તાના) લાભ માટે તમામ જૂના લાભાર્થીઓએ ફરજિયાતપણે નવા ikhedut 2.0 પોર્ટલ પર પોતાની ફિઝિકલ પ્રોફાઈલ બનાવીને આધાર વેરિફિકેશન કરાવવાનું રહેશે.પ્રોફાઈલ બન્યા બાદ લાભાર્થીએ ikhedut 2.0 પોર્ટલ પર પોતાની બેંક ખાતાની વિગતો અપડેટ કરવાની રહેશે અને પોર્ટલમાં જ્યાં ‘આત્મા-ગાય યોજના’ પર જઈને ત્યાં ફરીથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આ અંગે આત્મા સ્ટાફ, ખેડૂત મિત્રો, કૃષિ સખી અને કોમ્યુનિટી રિસોર્સ પર્સન દ્વારા ટેલિફોનિક, રૂબરૂ તેમજ ડિજિટલ માધ્યમથી જાણ કરવામાં આવી રહી છે, તેમ છતાં ઘણા લાભાર્થીઓએ હજુ સુધી ikhedut 2.0 પર પ્રોફાઈલ બનાવી નથી. પ્રોફાઈલ બનાવવામાં વિલંબ થવાથી લાભાર્થી સહાયથી વંચિત રહી શકે છે.તમામ જૂના લાભાર્થીઓને આ પ્રક્રિયા પૂર્ણ કરવા અપીલ કરવામાં આવે છે. પ્રોફાઈલ બનાવવા અને આધાર વેરિફિકેશનની કામગીરી માટે ગ્રામ પંચાયતના VCE, ખેડૂત મિત્ર, તાલુકા કક્ષાના આત્મા સ્ટાફ (બ્લોક ટેક્નોલોજી મેનેજર/ તાલુકા પ્રોજેક્ટ મેનેજર/ આસિસ્ટન્ટ ટેક્નોલોજી મેનેજર/ખેતી મદદનીશ) અથવા ખેડૂત તાલીમ કેન્દ્ર ભુજનો સંપર્ક કરવાનો રહેશે તેમ આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા જણાવાયું છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો